મોડાસા, 21 ડિસેમ્બર (હિ.સ.) સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક જિલ્લા કલેકટર ડો. રતનકંવર ગઢવીચારણની અધ્યક્ષતામાં કલેકટર કચેરી, હિંમતનગર ખાતે યોજાઇ હતી. સાબરકાંઠા જિલ્લા સાંસદ શોભનાન બારૈયા સંકલન બેઠકમાં શિક્ષણ અંગે પ્રશ્નો રજૂ કર્યા હતા. રાજ્યસભા સાંસદ રમિલા બારાએ આદિજાતી વિસ્તારનામાં શાળાના ઓરડા, રોડ રસ્તા, જ્યોતિગ્રામ, પરા વિસ્તારમાં વીજળીકરણ, ધરતી આંબા અભિયાન અંતર્ગત વીજળીકરણ જમીન, ખુલ્લા બોરવેલ બંધ કરવા અંગે પ્રશ્નો રજુ કર્યા હતા. હિંમતનગર ધારાસભ્ય વી.ડી ઝાલાએ તાલુકામાં ઇ. કે. વાય. સી. અંગે, શહેરમાં ઓવર બ્રિજ, ટ્રાફિકની સમસ્યા, નગરપાલીકા વિસ્તારમાં ગટરવ્યવસ્થા, શહેરના રસ્તા, ખેડૂતોના પ્રશ્નો , સોલાર યોજના અંગે, જનહિતને સ્પર્શતા પ્રશ્નો રજૂ કર્યા હતા. જેનો સંબંધિત અધિકારીઓએ જવાબ આપ્યા હતા. ખેડબ્રહ્મા ધારાસભ્ય તુષાર ચૌધરીએ આ બેઠકમાં ખેડબ્રહ્મા ખાતે સી.સી રોડ રસ્તા, સ્ટેટ હાઇવે વિકાસ, પાણી, વીજળી, શિક્ષણ સંકુલમાં કિચન શેડ નિર્માણ તેમજ ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ અંગે પ્રશ્નો રજુ કર્યા હતા. જિલ્લા કલેક્ટર એ અમલીકરણ અધિકારીઓને એકબીજાના સંકલનમાં રહીને પ્રજાલક્ષી કામો સત્વરે પૂર્ણ કરવા જણાવ્યું હતું. સામાન્ય જનતા દ્રારા પુછાતા પ્રશ્નો ના જવાબ સમય મર્યાદામાં આપવા, કચેરીઓની સફાઇ, આરોગ્ય સેવાઓ અને સરકારી લેણાની વસુલાત અંગેના પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ