-વાદીયોલ ગામ થી કાદવીયા ગામ જવા આઝાદી પછી પણ પાકો રસ્તો નથી -મેશ્વો નદીના કિનારે જીવનાં જોખમે માણસો અવર જવર કરે છે -હોસ્પિટલ જવા કે ઇમરજન્સી માં 108 પણ આવતી નથી -ગામના સરપંચ રાહુલ ગામેતિ એ રાજ્યપાલ મુખ્યમંત્રી તથા અરવલ્લી જિલ્લાના કલેક્ટર ને લેખિત રજૂઆત કરી છે તેમ છતાં પરિણામ ન મળતાં ગ્રામજનો સહિત ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે
મોડાસા, 30 ડિસેમ્બર (હિ.સ.). ગુજરાત સરકાર દ્વારા ગતિશીલ ગુજરાત નાં બણગાં ફુંકે છે પરંતુ ભિલોડા તાલુકાના આદિવાસી વિસ્તારમાં રોડ રસ્તા કે આંગણવાડી જેવી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ નથી. વાદિયોલ ગામ પંચાયત નાં સરપંચ રાહુલ ગામેતી એ જણાવ્યું હતું કે હું છેલ્લા આઠ વર્ષથી મારી ગ્રામપંચાયત વિસ્તાર નાં ગામમાં નાના બાળકો ને ભણવા માટે આંગણવાડી નું મકાન હોય વર્ષો પુરાણું આંગણવાડી નું મકાન ખંડેર હાલતમાં છે જે સરકાર દ્વારા નોન યુઝર્સ કરેલ છે.
વાદીયોલ પંચાયત માં ત્રણ આંગણવાડી નાં મકાનો નોન યુઝર્સ કરેલ છે તંત્ર દ્વારા નવાં મકાનો બનાવવામાં આવતાં નથી. આ ગરીબ વિસ્તારમાં નાના બાળકો ને ક્યાં બેસાડવા તે મોટો પ્રશ્ન છે ચુંટણી આવે એટલે નેતાઓ વાયદાઓ કરીને જતાં રહે છે ચુંટણી પછી તેમને આપેલા વાયદાઓ યાદ આવતા નથી તે જ રીતે દેશ આઝાદ થયા ને 76 વર્ષ થવા સુધી ગામડાં ની જનતા ને પાકો રોડ પર નથી વાદિયોલ થી કાદવીયા રોડ મેશ્વો નદીના કિનારે આવેલ છે આ કાચો રસ્તો પણ તુટી ગયેલ છે જેથી ગામમાં 108 પણ આવી શકતી નથી બિમાર વ્યક્તિને દવાખાને લઇ જવા માટે ઝોલીમા બેસાડી ને લ ઇ જવાં પડે છે એસટી બસ પણ સગવડ નથી બે કિલોમીટર ચાલીને જવું પડે છે સરકાર દ્વારા આદિવાસી વિસ્તારમાં કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તો આ રકમ ક્યાં જાય છે તે પણ એક પશ્ન ઉદભવે છે ક્યાં ગયો ગામડાંનો વિકાસ ગામનાં સરપંચ દ્વારા રાજ્યપાલ મુખ્યમંત્રી અરવલ્લી જિલ્લાના કલેક્ટર ભિલોડા મામલતદાર ટીડીઓ વિગેરે વિભાગના અધિકારીઓ ને રૂબરૂ તથા લેખિત રજૂઆત કરવામાં આવી છે તે છતાં એ આ આદિવાસી વિસ્તારમાં વિકાસ નાં કામો નં થવાથી વાદિયોલ ગ્રામજનો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાનું વિચારી રહ્યા છે સરકાર દ્વારા વિકસિત ગુજરાત ની વાતો કરવામાં આવે છે પરંતુ પછાત વિસ્તારોમાં ભિલોડા તાલુકાના ધણા ગામડાઓમાં આવીજ પરિસ્થિતિ જોવા મળે છે વાદીયોલ ગામ પંચાયત ની મુલાકાત લઈ ને નેતાઓ તથા અધિકારી ઓ આ ગામને પડતી મુશ્કેલીઓનો નિકાલ લાવે તેવી ગ્રામજનોની માંગ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ