ક્રિસમસના અવસર પર વરુણ ધવને પણ આ વર્ષે પોતાના ચાહકોને ખાસ રીતે ચોંકાવી દીધા હતા. તેની પત્ની અને તેની પુત્રી સોશિયલ મીડિયા પર તસવીરો અને વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યા છે.
વરુણ ધવનની પત્ની નતાશા દલાલે 3 જૂન 2024ના રોજ એક સુંદર પુત્રીને જન્મ આપ્યો હતો. હવે તેમની પુત્રી ઝિલ 6 મહિનાની છે. વરુણ ધવને તેની પુત્રીની તસવીર તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી અને ચાહકોને તેની ઝલક આપી. ફોટોમાં તેની પત્ની નતાશા તેની પુત્રી સાથે જોવા મળી રહી છે, જ્યારે વરુણ તેના પાલતુ કૂતરા સાથે જોવા મળી રહ્યો છે. દરમિયાન, અભિનેતાએ સોશિયલ મીડિયા પર બેબી લારાનો ફોટો તેના ચહેરા પર હાર્ટ ઇમોજી સાથે પોસ્ટ કર્યો. અભિનેતાએ તસવીરોના કેપ્શનમાં લખ્યું છે, હું અને મારો પરિવાર! મેરી ક્રિસમસ... સોશિયલ મીડિયા પર તેની ખાસ ફેમિલી ફોટો શેર કરવામાં આવી છે.
એક્ટર વરુણ ધવન સ્ટારર ફિલ્મ 'બેબી જોન' આખરે દરેક જગ્યાએ રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મમાં વરુણ ધવનની સાથે સાઉથ ક્વીન કીર્તિ સુરેશ પણ મહત્વના રોલમાં છે. આ ફિલ્મ ક્રિસમસના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર/લોકેશ ચંદ્ર દુબે/સુનીલ સક્સેના
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ