મુંબઈ, નવી દિલ્હી, 31 ડિસેમ્બર (હિ.સ.). ભિવંડી શહેરના કામતાઘર હનુમાન નગરમાં સોમવારે રાત્રે પોલીસને વિસ્તારમાં છુપાયેલા બાંગ્લાદેશના ચાર નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં ત્રણ મહિલાઓ છે. આ ચારેય વિરુદ્ધ ભિવંડી સિટી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. તેઓ દેશવિરોધી પ્રવૃતિઓમાં સામેલ છે કે કેમ તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.
ભિવંડી શહેરના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ દહીકરે જણાવ્યું હતું કે, હનુમાન નગર વિસ્તારમાં બાંગ્લાદેશી નાગરિકો છુપાયા હોવાની ગુપ્ત માહિતી મળી હતી. જેના આધારે પોલીસે ગઈકાલે રાત્રે હનુમાન પર દરોડો પાડીને બાંગ્લાદેશના ચાર નાગરિકોની ધરપકડ કરી હતી. આ ચારેય વિરુદ્ધ ભિવંડી સિટી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે. દહીકરે કહ્યું કે, પોલીસ ટીમ તપાસ કરી રહી છે કે, ધરપકડ કરાયેલા બાંગ્લાદેશી નાગરિકો રાષ્ટ્ર વિરોધી ગતિવિધિઓ સાથે સંબંધિત છે કે નહીં.
શહેરમાં ઘૂસણખોરી કરવી અને ગુપ્ત રીતે રહેવું એ પણ એક સંગીન અપરાધ હોવાથી ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેર પોલીસ આ ચારેય બાંગ્લાદેશી નાગરિકોની સઘન પૂછપરછ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 25 દિવસમાં પોલીસે ભિવંડી શહેરમાં સર્ચ ઓપરેશન હાથ ધરીને 23 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરી છે. આ તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર/રાજબહાદુર યાદવ/સુનીલ સક્સેના
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ