નવી દિલ્હી, 03 જાન્યુઆરી (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, આજે દેશની પ્રથમ મહિલા શિક્ષિકા સાવિત્રીબાઈ ફુલેને તેમની જન્મજયંતિ પર યાદ કરીને કહ્યું કે તેઓ મહિલા સશક્તિકરણ માટે પ્રેરણારૂપ છે.
વડાપ્રધાન મોદીએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, “સાવિત્રીબાઈ ફૂલેને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ. તે મહિલા સશક્તિકરણ માટે પ્રેરણાસ્ત્રોત છે અને શિક્ષણ અને સામાજિક સુધારણાના ક્ષેત્રમાં અગ્રણી છે. તેમના પ્રયાસો અમને પ્રેરણા આપતા રહે છે કારણ કે અમે લોકો માટે જીવનની સારી ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે કામ કરીએ છીએ.”
ઉલ્લેખનીય છે કે, સાવિત્રીબાઈ ફુલેનો જન્મ 03 જાન્યુઆરી 1831ના રોજ મહારાષ્ટ્રના સતારા જિલ્લાના નાયગાંવમાં થયો હતો. તેમનું જીવન સ્ત્રી શિક્ષણને પ્રોત્સાહન આપવા અને જાતિ અને લિંગ પર આધારિત ભેદભાવને દૂર કરવા માટે સમર્પિત હતું.
હિન્દુસ્થાન સમાચાર/સુશીલ કુમાર/મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ