પ્રધાનમંત્રીએ, સંસ્કૃત વિદ્વાન ફિલિયોજૈટના નિધન પર શોક વ્યક્ત કર્યો 
નવી દિલ્હી, 31 ડિસેમ્બર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, મંગળવારે ફ્રેન્ચ-ભારતીય સંસ્કૃત વિદ્વાન અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા ડૉ. પિયરે-સિલ્વેન ફિલિઓજૈટ ના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાને એક્સ-પોસ્ટમાં જણાવ્યું હતું કે, ડૉ. પિયરે-સિલ્વેન ફ
તત્કાલીન રાષ્ટ્રપતિ ના હાથે પદ્મશ્રી પુરસ્કાર મેળવતા ડૉ. પિયરે-સિલ્વેન ફિલિઓજૈટ


નવી દિલ્હી, 31 ડિસેમ્બર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, મંગળવારે ફ્રેન્ચ-ભારતીય સંસ્કૃત વિદ્વાન અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા ડૉ. પિયરે-સિલ્વેન ફિલિઓજૈટ ના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

વડાપ્રધાને એક્સ-પોસ્ટમાં જણાવ્યું હતું કે, ડૉ. પિયરે-સિલ્વેન ફિલિઓજૈટ ને સંસ્કૃત અભ્યાસને લોકપ્રિય બનાવવાના તેમના અનુકરણીય પ્રયાસો માટે યાદ કરવામાં આવશે, ખાસ કરીને સાહિત્ય અને વ્યાકરણના ક્ષેત્રોમાં. તેઓ ભારત અને ભારતીય સંસ્કૃતિ સાથે ઊંડે સુધી જોડાયેલા હતા. તેમના નિધનથી મને ખૂબ જ દુઃખ થયું. દુઃખની આ ઘડીમાં મારી સંવેદના તેમના પરિવાર અને મિત્રો સાથે છે.

ઉલ્લેખનીય છે કે, સંસ્કૃત વિદ્વાન ડૉ.પિયરે-સિલ્વેન ફિલિઓજૈટ નું પેરિસમાં અવસાન થયું હતું. તેઓ 89 વર્ષના હતા.

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / ધીરજ મૈથાની / અંશુ ગુપ્તા / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande