નવી દિલ્હી, 6 ડિસેમ્બર (હિ.સ.) અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના અભિનીત આ વર્ષની મોસ્ટ
અવેટેડ ફિલ્મ 'પુષ્પા-2 ધ રૂલ' 5મી ડિસેમ્બર એટલે
કે, ગુરુવારે દેશભરમાં રિલીઝ થઈ છે. બાંદ્રાના ગેલેક્સી થિયેટરની અંદર મરીનો
સ્પ્રે કરવામાં આવ્યો હતો,
જેના કારણે
પ્રેક્ષકોમાં ઉધરસ, ગળામાં દુખાવો
અને ઉલ્ટી થઈ હતી. આ સમગ્ર ઘટના બાદ ફિલ્મનું ટેલિકાસ્ટ 15થી 20 મિનિટ માટે રોકી
દેવામાં આવ્યું હતું. જ્યારે મુંબઈ પોલીસને સમગ્ર મામલાની માહિતી મળી તો તેમણે
બાંદ્રા સ્થિત ગેલેક્સી થિયેટરમાં તપાસ કરી.
શ્રોતાઓએ શું કહ્યું?
'પુષ્પા 2 ધ રૂલ' શો દરમિયાન બનેલી
ઘટના વિશે, મીડિયા સાથે વાત કરતા એક પ્રેક્ષક સભ્યએ કહ્યું, અમે ઈન્ટરવલ
દરમિયાન થિયેટરમાંથી બહાર આવ્યા હતા, પરંતુ ફરી પ્રવેશ્યા પછી, ઘણા પ્રેક્ષકોના સભ્યોને ઉધરસ આવવા લાગી હતી. આ
પછી ફિલ્મનું ટેલિકાસ્ટ 15 થી 20 મિનિટ માટે બંધ
કરી દેવામાં આવ્યું હતું.”
આ વિશે વાત કરતાં અન્ય એક દર્શકે જણાવ્યું કે, અમે ઈન્ટરવલ પછી
પાછા ગયા કે તરત જ અમને ખાંસી આવવા લાગી. અમે બાથરૂમમાં ગયા અને ઉલટી થઈ. ગેસની
ગંધ 10-15 મિનિટ સુધી
ચાલી. દરવાજો ખોલ્યા પછી,
દુર્ગંધ અદૃશ્ય
થઈ ગઈ. આ પછી ફિલ્મ ફરી શરૂ થઈ.”
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ