પોરબંદર, 8 ડિસેમ્બર (હિ.સ.). વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત દેશમાથી ટીબી રોગનુ વર્ષ -2025 સુધીમા નિર્મૂલન કરવા માટે આહવાન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ભારત સરકાર દ્વારા “100 દિવસ ની સઘન ટીબી નિર્મુલન ઝુંબેશ” ની કામગીરી અંતગર્ત પોરબંદર જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમારે 100 દિવસ ટીબી નિર્મૂલન અભિયાનનો જિલ્લા વ્યાપી શુભારંભ કરાવ્યો હતો.આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમારે ટીબી વિશેની જાણકારી આપતા જણાવ્યું હતું. કે, ટીબી મુક્ત ભારત અભિયાનમાં જોડાઈને આપણા જિલ્લાને ટીબી મૂક્ત થાય તે દિશામાં કાર્ય કરવાં માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લામાં આરોગ્ય ક્ષેત્રે થયેલા કામોની પ્રસંશા કરી હતી.આ કાર્યક્રમમાં નિઃઅક્ષ મિત્રોનું સન્માન કરવામાં આવ્યું હતું અને અઘતન સુવિધા ધરાવતી બે નિક્ષય વાહનનુ મહાનુભવોએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું અને “100 દિવસ ની સઘન ટીબી નિર્મુલન ઝુંબેશ”નું ઓનલાઇન પ્રસારણ નિહાળ્યું હતું.જિલ્લા પંચાયત પ્રમુખ સહિતનાં મહનુભવોના હસ્તે પ્રસ્થાન નિક્ષય વાહન જિલ્લાનાં ત્રણ તાલુકાની અંદર ફરશે જેમાં 1 નીક્ષય વાહન પોરબંદર તાલુકાના ગામોની અંદર ફરશે અને બીજું નિક્ષય વાહન રાણાવાવ અને કુતિયાણાના તાલુકાના ગામોની અંદર ફરશે અને જેમાં ડોક્ટરની ટીમ દ્વારા ટીબીનું સ્ક્રીનીંગ,બીપી, ડાયાબિટીસ અને જરૂરી દર્દીઓ ને x-ray અને ગળફાનું નિદાન માટે રિફર કરવામાં આવશે. જિલ્લા વિકાસ અધિકારી કે બી ઠક્કરના માર્ગદર્શન હેઠળ જિલ્લા ક્ષય કેન્દ્ર પોરબંદર દ્વારા વર્ષ 2023 ની 41 ટીબી મુક્ત ગ્રામ પંચાયત જાહેર થય હતી અને વર્ષ 2024 માં 102 જેવી સંભવિત ટીબી મુક્ત ગ્રામ પંચાયત થાય તે માટેના સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે. કે,આ 10પ દિવસની સઘન ટીબી નિર્મુલન ઝુંબેશનો મુખ્ય હેતુ ટીબીના નવા કેસના પ્રમાણદર અને મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો લાવી સમગ્ર રાષ્ટ્રમાં જાહેર આરોગ્યમા સુધારવા કરવાનો છે. તેમજ 100 દિવસની સઘન ઝુંબેશમાં ભારત સરકાર દ્વારા દેશના કુલ 347 જિલ્લાઓનો સમાવેશ કરવામા આવ્યો છે જેમા ગુજરાત રાજયના કુલ 16 જિલ્લા અને 4 કોર્પોરેશનનો સમાવેશ થાય છે. આ સઘન ઝુંબેશ દરમ્યાન ટીબી રોગનું ઝડપી નિદાન, ત્વરીત સારવાર, લોક જાગૃતિ, નિક્ષય શિબિર, નિક્ષય શપથ, ટીબીના દર્દીઓને પોષણકીટ આપવી, વગેરે કામગીરી કરવામાં આવશે. આ તકે પોરબંદર છાયા નગરપાલિકાના પ્રમુખ ચેતનાબેન તિવારી, કારોબારી ચેરમેન આવડાભાઈ ઓડેદરા,જિલ્લા આરોગ્ય અધિકારી ડી બી મહેતા,નાયબ જિલ્લા વિકાસ અધિકારી પી.એલ.વાઘાણી,જનસંપક અધિકારી સહિતનાં અગ્રણી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya