નર્મદા જિલ્લામાં નવા વાઘપુરા ગામે વાજબી ભાવની દુકાનની આકસ્મિક મિલાકાત કરી અનાજના જથ્થાની ચકાસણી કરતા પ્રભારી મંત્રીશ્રી ભીખુસિંહજી પરમાર
-મંત્રીશ્રીએ એકતાનગરના આરોગ્ય વનની મુલાકાત કરી પ્રવાસીઓ સાથે વાર્તાલાપ કર્યો, ગરૂડેશ્વર અને નવા વાઘપુરાની આશ્રમશાળાના વિદ્યાર્થીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી રાજપીપલા, 26 ડિસેમ્બર (હિ.સ.). નર્મદા જિલ્લાના પ્રભારી અને રાજ્ય સરકારના અન્ન અને નાગરિક પુરવ
મંત્રીશ્રી ભીખુસિંહ પરમાર નવા વાઘપુરા ગામે આવેલી પંડિત દિનદયાલ ઉપાધ્યાય વાજબી ભાવની દુકાનની આકસ્મિક મિલાકાત કરી નાગરિકોને આપવામાં આવતા ઘઉં, ચોખા, દાળના જથ્થાની ચકાસણી કરી હતી.


-મંત્રીશ્રીએ એકતાનગરના આરોગ્ય વનની મુલાકાત કરી પ્રવાસીઓ સાથે વાર્તાલાપ કર્યો, ગરૂડેશ્વર અને નવા વાઘપુરાની આશ્રમશાળાના વિદ્યાર્થીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી

રાજપીપલા, 26 ડિસેમ્બર (હિ.સ.). નર્મદા જિલ્લાના પ્રભારી અને રાજ્ય સરકારના અન્ન અને નાગરિક પુરવઠા,સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રીશ્રી ભીખુસિંહ પરમાર નર્મદા જિલ્લાની એક દિવસીય મુલાકાતે પધાર્યા હતા. મંત્રીશ્રીએ સૌ પ્રથમ એકતાનગર ખાતે ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની.લી

અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આયોજિત પ્રાદેશિક સરસ મેળો-૨૦૨૪નો પ્રાભારંભ કરાવ્યો હતો.

ત્યારબાદ સર્કિટ હાઉસ ખાતેથી મંત્રીશ્રીએ આરોગ્ય વનની મુલાકાત લીધી હતી. અહીં મુલાકાતે આવેલા પ્રવાસીઓ સાથે મંત્રીશ્રીએ વાર્તાલાપ કર્યો હતો. મંત્રીશ્રી સાથે અહીં સરદાર સરોવર નર્મદા ડેમના એમ.ડી.મુકેશ પુરી, નાયબ વન સંરક્ષક- એકતાનગર શ્રી અજ્ઞનેશ્વર વ્યાસ પણ જોડાયા હતા. મંત્રીશ્રી બાદમાં દેવરાજભાઈ બાવાભાઈ તેજાણી કન્યા છાત્રાલય શ્રી સ્વામી દયાનંદ આશ્રમ શાળા- ગરૂડેશ્વર અને નવા વાઘપુરા ખાતે ચાલતી ઉત્તર બુનિયાદી આશ્રમ શાળાની મુલાકાત કરી બાળકો સાથે સંવાદ કર્યો હતો. બાળકોને અપાતા ભોજનની ગુણવત્તા અને રહેઠાણની સુવિધાની ચકાસણી અને વર્ગ ખંડમાં ચાલતા શિક્ષણ કાર્યનું નિરિક્ષણ કર્યું હતું. પ્રભારી મંત્રીશ્રીએ બાદમાં નવા વાઘપુરા ગામે આવેલી પંડિત દિનદયાલ ઉપાધ્યાય વાજબી ભાવની દુકાનની આકસ્મિક મિલાકાત કરી નાગરિકોને આપવામાં આવતા ઘઉં, ચોખા, દાળના જથ્થાની ચકાસણી કરી હતી. સરકારશ્રી દ્વારા આપવામાં આવતો જથ્થ નાગરિકોને પુરતા પ્રમાણમાં મળે છે કે કેમ તેની પણ નાગરિકો સાથે ચર્ચા કરી હતી. મંત્રીશ્રીની આ મુલાકાત દરમિયાન જિલ્લા પુરવઠા અધિકારીશ્રી વિવેક દરજી અને નર્મદા જિલ્લા શાળા સંચાલક મંડળના પ્રમુખશ્રી મહેશભાઈ પટેલ પણ જોડાયા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / બિનોદ પાંડેય


 rajesh pande