કંથારીયા નર્મદા માઈનોર કેનાલમા ગાબડુ પડતા ખેડુતોને પોતાનો પાક બચાવવો મુશ્કેલ બન્યો છે
-ત્રણ વરસથી કેનાલની સફાઈ કે રીપેર નહિ કરતા છેવાડાના ખેડુતોને સિંચાઇનું પાણી નથી મડતું. -કેનાલમાં ગાબડા પડતા આગળ આવતા ખેડૂતોને ખેતરોમાં પાણી ભરાઈ જાય છે . સિંચાઇ વિભાગની બેદરકારીનો ભોગ ખેડૂતો બની રહ્યા છે પાયમાલ થઈ રહ્યા છે. -ખેડૂતોની માંગ નહેર રીપ
કંથારીયા નર્મદા માઈનોર કેનાલમા ગાબડુ પડતા ખેડુતોને પોતાનો પાક બચાવવો મુશ્કેલ બન્યો છે.


-ત્રણ વરસથી કેનાલની સફાઈ કે રીપેર નહિ કરતા છેવાડાના ખેડુતોને સિંચાઇનું પાણી નથી મડતું.

-કેનાલમાં ગાબડા પડતા આગળ આવતા ખેડૂતોને ખેતરોમાં પાણી ભરાઈ જાય છે .

સિંચાઇ વિભાગની બેદરકારીનો ભોગ ખેડૂતો બની રહ્યા છે પાયમાલ થઈ રહ્યા છે.

-ખેડૂતોની માંગ નહેર રીપેર કરો સફાઈ કરાવો અને ખેડૂતોને સિંચાઈનું પાણી આપો.

ભરૂચ 8 ડિસેમ્બર (હિ.સ.). ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કંથારીયા ગામ નજીકથી પસાર થતી નર્મદા યોજનાની માઈનોર કેનાલમા ગાબડુ પડતા ખેડુતોને પોતાનો પાક બચાવવા પાણી માટે વલખા મારવા પડતા હોવાના અને વહી જતા પાણીના પગલે નહેરની નજીકના ખેતરોમા પાણી ફરી વળે તેવી ભીતિ સેવાઈ રહી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

જંબુસર તાલુકાના કંથારીયા ગામ નજીકથી નર્મદા યોજનાની માઈનોર કેનાલ પસાર થાય છે.આ માઈનોર નહેરથી સીગામ,દહેગામ ,ગુલાલ, કિમોજ

ગામના ધરતીપુત્રો સિંચાઈનો લાભ મેળવે છે. આ માઈનોર કેનાલમા ભંગાણ સર્જાતા નહેરના પાણી બહાર વહી રહયા છે.અને તેને પગલે આગળના ગામોના ધરતીપુત્રોને પોતાનો પાક બચાવવા પાણી માટે વલખા મારવા પડે તેવી સ્થિતિનુ નિર્માણ થયુ છે. આ વિસ્તારના ધરતીપુત્રોએ અધિકારીઓ ઉપર આક્ષેપ કરતા જણાવ્યુ હતુ કે આ માઈનોર કેનાલ સફાઈ માટે છેલ્લા ત્રણ વર્ષથી વારંવાર રજુઆત કરવા છતાં સફાઈ થતી નથી અને પાણી છોડાતા સફાઈ ના અભાવે પાણી રોકાતુ હોય નહેરમા ભંગાણ સર્જાય છે ત્યારે વહેલી તકે બેદરકાર બનેલા નર્મદા યોજનાના અધિકારીઓ કુંભકર્ણની નીંદરમાંથી જાગીને નહેરોની સફાઈ કરાવે તે ધરતીપુત્રો ના હિતમા જરૂરી છે.તાકીદે ગાબડુ પુરવાની કાર્યવાહી હાથ ધરવા જણાવીને વહી જતા નહેરના નીર નજીકના ખેતરોમા ફરી વળે તો ઉભા પાકને નુકસાન થાય તેવી ભીતિ ધરતીપુત્રોએ વ્યક્ત કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande