વટારીયા ગણેશ સુગરમા ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા નીકળેલા કસ્ટોડીયન કમિટીના સભ્યો.
-ખેડૂતો, મજૂરો , કર્મચારીઓનો વિશ્વાસ ગુમાવી ચૂકેલા ગણેશ સુગરના નાદાન વહીવટ કર્તાઓ. -વર્ષોથી ધમધમતી સુગર ફેક્ટરીમાં આજે ખેડૂત સભાસદો શેરડી આપવા તૈયાર નથી . -2 હજાર 25 નો ભાવ ખેડૂતોને આપ્યો તેમાં ફેર વિચારણા કરવામાં હાથ ઊંચા કરી દીધા હતા. -સુગર માત્
વટારીયા ગણેશ સુગરમા ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા નીકળેલા કસ્ટોડીયન કમિટીના સભ્યો.


વટારીયા ગણેશ સુગરમા ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા નીકળેલા કસ્ટોડીયન કમિટીના સભ્યો.


વટારીયા ગણેશ સુગરમા ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા નીકળેલા કસ્ટોડીયન કમિટીના સભ્યો.


-ખેડૂતો, મજૂરો , કર્મચારીઓનો વિશ્વાસ ગુમાવી ચૂકેલા ગણેશ સુગરના નાદાન વહીવટ કર્તાઓ.

-વર્ષોથી ધમધમતી સુગર ફેક્ટરીમાં આજે ખેડૂત સભાસદો શેરડી આપવા તૈયાર નથી .

-2 હજાર 25 નો ભાવ ખેડૂતોને આપ્યો તેમાં ફેર વિચારણા કરવામાં હાથ ઊંચા કરી દીધા હતા.

-સુગર માત્ર 8 કલાક ચાલે છે ટ્રકો શેરડીના દેખાતા નથી તો 5 લાખ ટન ટાર્ગેટ ક્યાંથી પૂર્ણ કરશે તે યક્ષ પ્રશ્ન.

ભરૂચ 08 ડિસેમ્બર (હિ.સ.). વાલિયા તાલુકાના ખેડૂતોની માઁ સમાન પોષણ કરનારી શ્રી ગણેશ સુગરમાં જ્યારથી કસ્ટોડિયન કમિટી વહીવટમાં બેઠી ત્યારથી કોઈને કોઈ વિવાદમાં સપડાય રહી છે ત્યારે હવે ફરી સુગરને બચાવવા અને કસ્ટોડિયન કમિટીને જાકારો આપવા ખેડૂત સભાસદો મેદાનમાં આવ્યા છે.

રાજકીય ,સામાજિક અને ખેડૂત અગ્રણીઓને લેખિત રજુઆતો કરી સંસ્થા બચાવવા આગળ આવવા

કમલેશ કોસમીયાએ કેન્દ્રીય જળ સંસાધન મંત્રી સી આર પાટીલને ફરિયાદ કરી છે .જેમાં કસ્ટોડિયન કમિટીના પ્રતાપે ખેડૂતો અન્ય સુગરો તરફ શેરડી આપવા મજબુર બન્યા છે. કમિટીમાં હું બાવોને મંગળદાસ વહીવટકર્તાઓ તેનો ગેરવહીવટ ઢાંકવા ચલથાણ સુગર લાખો ટન શેરડી બીન મંજુરીની કાપી જાય છે તેવી સી આર પાટીલને ખોટી રજુઆતો કરવા દોડી ગઈ હતી .

હક્કીકત પૂરતા મજૂરો નથી, 1 હજાર દિવસ પછી પણ સારા ભાવ નહિ આપતા ખેડૂતોમાં વિશ્વાસ કેળવી ના શક્યા જેથી સંસ્થા અને ખેડૂતોને બરબાદી તરફ લઇ ગયા છે .

ગરીબ વર્ગના ખેડૂતો કે જેઓની અન્ય સુગરો માં શેર લેવાની ક્ષમતા નથી તેવા લોકોની શેરડી અન્ય સુગરોમાં મોકલતા રોકવા માત્ર ચલથાણ સુગરને જ ટાર્ગેટ બનાવી ખેડૂતોમાં ભ્રમ ઉભો કરી રહ્યા છે.વિસ્તારમાંથી દરેક સુગરો શેરડી લઇ જાય છે. આ કસ્ટોડિયન બોર્ડના પ્રમુખે પોતાની ફળદ્રુપ જમીન સોલાર પાવર કમ્પનીને ભાડે ચઢાવી દીધી છે. કસ્ટોડિયન બોર્ડના સભ્યો પોતાની પોતાના સગાઓની શેરડી અન્ય સુગરોમાં નખાવી રહ્યા છે ત્યારે તેઓને કોઈ નૈતીક અધિકાર ખેડૂતોએ ક્યાં શેરડી નાખવી તે કહેવાનો નથી.ખોટી વ્યર્થ ખરીદીઓ, બિનઅનુભવી પોતાના સગાઓ મિત્રોને સુગરમાં મોટી પોસ્ટ પર બેસાડી દીધા છે. કસ્ટોડિયન

કમિટીના સભ્યો ને એક પણ મિનિટ સંસ્થા માં રહેવાનો અધિકાર નથી તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande