જિલ્લામાં કમલમનું વાવેતર કરનાર 20 જેટલા ખેડૂતોને 15 લાખની સબસીડી ચૂકવાઇ
પોરબંદર, 8 ડિસેમ્બર (હિ.સ.). પોરબંદર જિલ્લામાં છેલ્લા બે વર્ષથી ખેડૂતો કમલમ (ડ્રેગનફળ)ના પાક તરફ વળ્યા છે. કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં થયેલ કમલમની ખેતીથી પ્રેરાઇ પોરબંદર જિલ્લામાં 9.68 હેક્ટરમાં ડ્રેગનનું વાવેતર કરનાર ખેડૂતોને સરકારે પ્રોત્સાહિત
Subsidy was paid to 20 farmers who planted lotus.


Subsidy was paid to 20 farmers who planted lotus.


Subsidy was paid to 20 farmers who planted lotus.


પોરબંદર, 8 ડિસેમ્બર (હિ.સ.). પોરબંદર જિલ્લામાં છેલ્લા બે વર્ષથી ખેડૂતો કમલમ (ડ્રેગનફળ)ના પાક તરફ વળ્યા છે. કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં થયેલ કમલમની ખેતીથી પ્રેરાઇ પોરબંદર જિલ્લામાં 9.68 હેક્ટરમાં ડ્રેગનનું વાવેતર કરનાર ખેડૂતોને સરકારે પ્રોત્સાહિત કર્યા છે.પોરબંદર જિલ્લામાં પણ કૃષિ ક્ષેત્ર પરિવર્તન આવ્યું હોય તેમ ખેડૂતો કમલમ (ડ્રેગનફ્રુટ)ના વાવેતર તરફ વળ્યા છે. પરિવર્તન એ જ સંસારનો નિયમ છે. દરેક ક્ષેત્રમાં ન કલ્પયા હોય, તેવા પરિવર્તનો જોવા મળી રહયા છે. તો ફળ ક્ષેત્ર કેમ બાદ રહી જાય. બદલાતાં વાતાવરણ અને બદલાતાં યુગમાં કૃષિના બાગાયત પાકોમાં પરંપરાગત વવાતા પાકોમાં સુધારો કરીને પરિવર્તનનો વાયરો ચાલુ થયો છે. રોજિંદા જીવનમાં મનુષ્યના આહારમાં સ્વાદ અને સુગંધનો મહત્વ વધેલ હોવાથી કૃષિમાં બાગાયતી પાકોમાં થતા નવા ફળ પાકોનું આગમન થઈ રહયું છે. નવા ફળપાકો ખેડૂતોને આર્થિક ફાયદો કરવા સાથે રોજગાર માટે નવી તક આપે છે. ઉપરાંત મનુષ્યની નવી સ્વાદ શકિત પુરી પાડે છે. આવા જ એક નવા આશાસ્પદ બાગાયત પાક તરીકે ડ્રેગનફૂટ દિવસે-દિવસે પ્રચલિત થઈ રહયું છે. આરોગ્યની દ્રષ્ટિએ સારું હોવાથી દેશમાં અને દુનિયામાં આ ફળ પાકની માંગ વધી છે. ડ્રેગનફૂટ એ એક પ્રકારના સુશોભિત વેલાવાળું થોર વર્ગ છોડ છે. આ ફળ પાક વિયેતનામ, ચાઈના, ઈઝરાયલ, મલેશિયા, તાઈવાન અને ઓસ્ટ્રેલિયામાં એક નવા પાક તરીકે પ્રસ્થાપિત થયું છે અને વિયેતનામમાં તો એક મુખ્ય નિકાસ પાક છે. ભારતમાં પણ આ ફળ પાકનું વાવેતર વ્યાપારિક ધોરણે તેજીથી વધી રહેલ છે. આ ફળ પાક દુષ્કાળવાળી જમીન, વરસાદની અનિયમિતતા, ગ્લોબલ વોર્મિંગના લીધે વધતા જતા તાપમાન અને વાતાવરણમાં તેમજ વધુ વરસાદવાળા ભૌગોલિક પ્રદેશોમાં પણ સરળ રીતે થઈ શકતો હોવાથી તેમજ આ પાકનું ફળ આરોગ્યની દ્રષ્ટિએ સ્વાસ્થ્યવર્ધક હોવાથી દેશ અને રાજયમાં એક આશાસ્પદ પાક તરીકે બની રહ્યો છે. ડ્રેગન ફૂટનું પોષણની દ્રષ્ટિએ અનેરું મહત્વ છે. ડ્રેગન ફૂટ એક પ્રમાણિત આરોગ્યવર્ધક અને ઔષધિય ગુણો ધરાવે છે. દેશના કર્ણાટક, તામિલનાડુ, મહારાષ્ટ્ર, ઓડીસા, પશ્રિમ બંગાળ અને આંદામાન-નિકોબાર જેવા પ્રદેશમાં ડ્રેગનફૂટની ખેતી માટે અનુકૂળ વાતાવરણ ઉપલબ્ધ છે. અને ગુજરાતમાં પણ ડ્રેગન ફળનું વાવેતર થવા લાગ્યું છે.ઓછા પાણીએ પણ થતાં અને ખાસ કરીને પોરબંદર જિલ્લાની વાત કરવામાં આવે તો બાગાયત ક્ષેત્રે કમલમ (ડ્રેગન ફ્રુટ)નું વાવેતર છેલ્લા બે વર્ષથી વધુ માત્રામાં થવા લાગ્યું છે. પોરબંદરમાં નવા પાક તરીકે ખેડૂતો કમલમ (ડ્રેગન ફ્રુટ) પાકનું વાવેતર કરી રહ્યા છે, અને 20 જેટલા ખેડૂતોને તો રાજ્ય સરકાર દ્વારા સહાય પૂરી પાડવામાં આવી છે. જેની વાત કરીએ તો ડ્રેગનના નવા વાવેતર કરનાર 20 ખેડૂત લાભાર્થી ઓને માતબર રકમની એટલે કે 15 લાખ રૂપિયાની સબસીડીનો લાભ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. ડ્રેગન ફ્રુટનું વાવેતર કરનાર ખેડૂતોને સરકારે લાભ આપ્યો હોવાથી અન્ય ખેડૂતો પણ પ્રેરિત બન્યા છે, અને પ્રતિદિન ડ્રેગન ફ્રુટનું વાવેતર પોરબંદર જિલ્લામાં વધી રહ્યું છે.

પોરબંદર શહેરમાં આવેલ સેવા સદન- 2, બાગાયત નિયામકશ્રીની કચેરી ખાતે આઇ ખેડૂત પોર્ટલમાં ઓનલાઈન અરજી કર્યા બાદ જરૂરી આધારો જમા કરાવી ખેડૂતો ડ્રેગન પાક વાવેતરની સહાયનો લાભ મેળવી શકે છે. કમલમ ફળના વાવેતર માટે 6 હેક્ટર એકમ ખર્ચને ધ્યાને લઈ સામાન્ય ખેડૂતોને ખર્ચના 50% અને અનુસૂચિત જનજાતિ, અનુસૂચિત જાતિના ખેડૂતો માટે ખર્ચના 75% ની સહાય ચૂકવવામાં આવતી હોવાનું જણાવવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande