હરિદ્વારમાં અનોખા મંદિરનો શિલાન્યાસ, 51 શક્તિપીઠ અને 12 જ્યોતિર્લિંગના દર્શન અહીં થશે
- મંદિર ભારતીય સંસ્કૃતિનું વૈશ્વિક પ્લેટફોર્મ બનશે, સમગ્ર વિશ્વમાં એક ઉદાહરણ સ્થાપિત કરશે - સંત લલિતાનંદ ગિરી અને સામાજિક કાર્યકર દેવરાજે, ભૂમિપૂજન કરીને મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. - ભક્તોના દાનથી 35 કરોડ રૂપિયાના ખર્ચે, મંદિર
સોલ્ગી


- મંદિર ભારતીય સંસ્કૃતિનું વૈશ્વિક પ્લેટફોર્મ બનશે, સમગ્ર વિશ્વમાં

એક ઉદાહરણ સ્થાપિત કરશે

- સંત લલિતાનંદ ગિરી અને સામાજિક કાર્યકર દેવરાજે, ભૂમિપૂજન

કરીને મંદિરનો શિલાન્યાસ કર્યો હતો.

- ભક્તોના દાનથી 35 કરોડ રૂપિયાના ખર્ચે, મંદિર બનાવવામાં

આવશે.

હરિદ્વાર, નવી દિલ્હી,8 ડિસેમ્બર

(હિ.સ.) ધાર્મિક શહેર હરિદ્વાર ટૂંક સમયમાં વિશ્વના સૌથી ભવ્ય અને અનન્ય

આધ્યાત્મિક વારસાનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. એક જ જગ્યાએ 51 શક્તિપીઠ અને 12

જ્યોતિર્લિંગની સ્થાપના કરવાની યોજના છે.જે વિશ્વભરના

ભક્તો માટે આસ્થા અને ભક્તિનો અભૂતપૂર્વ સંગમ હશે. લગભગ 35 કરોડ રૂપિયાના ખર્ચે

તૈયાર થનાર આ મંદિર ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક એકતાનું એવું પ્રતિક હશે, જે સમગ્ર

વિશ્વમાં પોતાની મિસાલ રજૂ કરશે. હરિદ્વારના શ્યામપુર અને કાંગડી વિસ્તારમાં,

ભૂમિપૂજન આ અનોખા મંદિરનો શિલાન્યાસ કર્યો.

ભૂમિપૂજન પ્રસંગે શક્તિ અખાડા પરિષદના રાષ્ટ્રીય મીડિયા

પ્રભારી પીઠાધીશ્વર શ્યામા નંદ મહારાજ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પરિયોજનાનો કુલ

ખર્ચ 35 કરોડનો અંદાજવામાં આવ્યો છે, જે ભક્તોના સહયોગ અને દાનથી પૂરો થશે. ભારત અને અન્ય

દેશોમાં, અહીં એક જગ્યાએ

સ્થાપિત થશે. આ મંદિરમાં ભારતના વિવિધ ભાગોમાં સ્થિત, 12 જ્યોતિર્લિંગ પણ જોઈ શકાય

છે.આખી દુનિયામાં

એવી કોઈ જગ્યા નથી, જ્યાં દેવીના

તમામ શક્તિપીઠો અને ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવી હોય.

સમર્પણ અને સહકારની અપીલ કરતાં, આચાર્ય લલિતાનંદે આ મંદિરના

નિર્માણને જન સહકાર પર આધારિત ગણાવ્યું હતું અને દેશવાસીઓને તેને વાસ્તવિકતામાં

સહકાર આપવા આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું કે,” આ મંદિર માત્ર ધાર્મિક ભક્તિનું

પ્રતિક નહીં બને, પરંતુ તે ભારતીય

સંસ્કૃતિનું વૈશ્વિક પ્લેટફોર્મ પણ બની જશે.”

આધ્યાત્મિક પર્યટનને પ્રોત્સાહન મળશે, આ પ્રોજેક્ટ

હરિદ્વારને ધાર્મિક પર્યટનના વૈશ્વિક કેન્દ્ર તરીકે સ્થાપિત કરશે. એક જ જગ્યાએ

શક્તિપીઠ અને જ્યોતિર્લિંગની હાજરી ઘણા તીર્થયાત્રીઓને આકર્ષિત કરશે.જે માત્ર ધાર્મિક

જ નહીં પરંતુ આર્થિક અને સામાજિક વિકાસને પણ પ્રોત્સાહન આપશે. મંદિર નિર્માણનું

કામ ટૂંક સમયમાં શરૂ થશે.

હિન્દુસ્થાન સમાચાર / ડો. રજનીકાંત શુક્લા / કમલેશ્વર શરણ

​​/ સુનીલ સક્સેના

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande