પ્રયાગરાજ ખાતે યોજાનાર, મહા કુંભમેળામાં રાજ્યપાલને આમંત્રણ
ગાંધીનગર, 9 ડિસેમ્બર (હિ.સ.) : ઉત્તરપ્રદેશના શહેરી વિકાસ મંત્રી એ.કે. શર્મા તેમજ વ્યવસાયિક શિક્ષણ અને કૌશલ્ય વર્ધન વિભાગના રાજ્ય મંત્રી કપિલ દેવ અગ્રવાલે રાજભવન, ગાંધીનગરમાં રાજ્યપાલ દેવવ્રત આચાર્યની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આગામી જાન્યુઆરી 2
રાજ્યપાલને આમંત્રણ


રાજ્યપાલને આમંત્રણ


ગાંધીનગર, 9 ડિસેમ્બર (હિ.સ.) :

ઉત્તરપ્રદેશના શહેરી વિકાસ મંત્રી એ.કે. શર્મા તેમજ વ્યવસાયિક શિક્ષણ અને કૌશલ્ય વર્ધન વિભાગના રાજ્ય મંત્રી કપિલ દેવ અગ્રવાલે રાજભવન, ગાંધીનગરમાં રાજ્યપાલ દેવવ્રત આચાર્યની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

આગામી જાન્યુઆરી 2025 માં ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે મહાકુંભ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મહાકુંભના પ્રારંભ અવસરે રાજ્યપાલ દેવવ્રત આચાર્યને ઉપસ્થિત રહેવાનું ભાવભર્યું આમંત્રણ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વતી આ બે મંત્રીઓએ ગાંધીનગરમાં પ્રત્યક્ષ મળીને પાઠવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande