સિદ્ધપુરના કાકોશીમાં ગરબા કરીને લોકોને મતદાનની મહત્તા અંગે જાગૃત કરાયા, ચાણસ્મામાં ચિત્ર સ્પર્ધા અને રેલી કાઢવામાં આવી
પાટણ,28 માર્ચ (હિ.સ.) લોકસભા સામાન્ય ચૂંટણીની જાહેરાત થઈ ચુકી છે તે અનુસાર 7 મેં ના રોજ મતદાન થવાન
સિદ્ધપુર મતદાનની મહત્તા અંગે જાગૃત કરાયા


સિદ્ધપુર મતદાનની મહત્તા અંગે જાગૃત કરાયા


સિદ્ધપુર મતદાનની મહત્તા અંગે જાગૃત કરાયા


સિદ્ધપુર મતદાનની મહત્તા અંગે જાગૃત કરાયા


સિદ્ધપુર મતદાનની મહત્તા અંગે જાગૃત કરાયા


પાટણ,28 માર્ચ (હિ.સ.) લોકસભા સામાન્ય ચૂંટણીની જાહેરાત થઈ ચુકી છે તે અનુસાર 7 મેં ના રોજ મતદાન થવાનું છે. ચૂંટણી એટલે લોકશાહીનો અવસર. આ અવસરમાં સહભાગી થવા માટે મતદાન કરવું એ આપણી ફરજ છે. તેથી દેશના આ લોકશાહીના પર્વમાં વધુને વધુ લોકો જોડાઈને મતદાન કરે તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનેક પ્રવૃતિઓ કરીને મતદાન અંગે લોકોને જાગૃત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ પ્રયાસોના ભાગરૂપે સ્વીપ પ્રવૃત્તિઓ અંતર્ગત વિવિધ કાર્યક્રમો દ્વારા મતદાન કરવાની પ્રેરણા આપવામાં આવી રહી છે.

પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના કાકોશી મુકામે કિશોરીઓ દ્વારા ગરબા રજૂ કરીને મતદાન કરવા માટે લોકોને પ્રેરીત કરવામાં આવ્યા હતા. જેમાં મતદાન મહાદાન નામક ગરબા કિશોરીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. કિશોરીઓએ રંગબેરંગી વસ્ત્રોમાં સજ્જ થઈને મતદાનના સ્લોગનના બેજ લગાવીને ગરબા કર્યા હતા. આંગણવાડીની બહેનોના પ્રયાસો થકી આયોજીત આ કાર્યક્રમમાં કાકોશીના ગ્રામજનોને મતદાનનું મહત્વ સમજાવીને મતદાન અવશ્ય કરવા માટે જણાવવામાં આવ્યું હતું. ત્યારબાદ કાકોશી ગામની વચ્ચે મીરાલીમડી મુકામે પણ ગરબા દ્વારા તેમજ મતદાન જાગૃતિના સુત્રોચ્ચાર દ્વારા લોકોને જાગૃત કરવામાં આવ્યાં હતા. મતદાન આપણી સામાજીક જવાબદારી છે તે વિષય પર રંગોળી કરીને લોકોમાં જાગૃતતા ફેલાવવામાં આવી હતી.

પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં મતદાન જાગૃતિ અંગેની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તદઉપરાંત શાળાઓમાં રંગોળી અને ચિત્ર સ્પર્ધા દ્વારા પણ મતદાન જાગૃતિનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. શાળાના વિદ્યાર્થીઓએ ‘મારો મત મારૂ ભવિષ્ય’, ‘મત બદલતા હે વક્ત’, ‘તમારૂ મતદાન લોકતંત્રનો છે પ્રાણ’, વગેરે સ્લોગનોના બેનર હાથમાં લઈને સૂત્રોચ્ચાર કરીને રેલી દ્વારા લોકોને મતદાન અવશ્ય કરવા માટે પ્રેરીત કર્યા તેમજ રંગોળી અને ચિત્રો દ્વારા પણ વિદ્યાર્થીઓએ લોકોને મતદાનની મહત્તા સમજાવી હતી.

ચાણસ્માની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા સાયકલ રેલી કરીને મતદાન જાગૃતિ અંગેના સુત્રોચાર કરવામાં આવ્યા હતા. આ રીતે વિદ્યાર્થીઓ દ્વારા 18 વર્ષથી વધુ વય ધરાવતા યુવા મતદારો તેમજ સ્રી, પુરુષ, દિવ્યાંગ મતદારોને મતદાનનું મુલ્ય સમજાવીને મતદાન કરવા માટે જણાવવામાં આવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર/હાર્દિક પરમાર/હર્ષ શાહ


 rajesh pande