પાટણ પ્રજાપતિ સમાજ પાટણની ચૈત્ર માસ નિમિત્તે નિકળતા ગરબામાં બિન જરૂરી ખર્ચ અટકાવવાની અપીલને સુંદર પ્રતિસાદ સાંપડ્યો
પાટણ,27 એપ્રિલ(હિ.સ). પાટણ પ્રજાપતિ સમાજના ચૈત્ર માસ નિમિત્તે પ્રથમ પુત્રની પ્રાપ્તિને લઈને યોજાતા આ
પાટણ ચૈત્ર માસ ગરબામાં ખર્ચ અટકાવવા અપીલ


પાટણ ચૈત્ર માસ ગરબામાં ખર્ચ અટકાવવા અપીલ


પાટણ,27 એપ્રિલ(હિ.સ). પાટણ પ્રજાપતિ સમાજના ચૈત્ર માસ નિમિત્તે પ્રથમ પુત્રની પ્રાપ્તિને લઈને યોજાતા આખા ચૈત્રી માસ નિમિત્તેના ગરબા મહોત્સવ પ્રસંગે કરવામાં આવતી વિવિધ ચીજવસ્તુઓની લ્હાણી સહિતના બિનજરૂરી ખર્ચ પર રોક લગાવવા પાટણ પ્રજાપતિ સમાજ પાટણ દ્વારા ચૈત્રી માસ પૂર્વે જે પ્રજાપતિ પરિવારના ત્યાં ચૈત્રી માસના ગરબાના આયોજન કરવામાં આવ્યા હતા. તે તમામ પરિવારને રૂબરૂ મળીને ચૈત્રી ગરબા નિમિત્તે કરાતી લ્હાણી સહિતના બિન જરૂરી ખર્ચ અટકાવવા સમજાવી અપીલ કરવામાં આવી હતી.

ત્યારે હાલમાં પાટણ પ્રજાપતિ પરિવારોના ત્યાં ચાલતા ચૈત્રી માસના ગરબા મહોત્સવની ઉજવણી દરમિયાન મોટાભાગના પરિવારજનોએ પાટણ પ્રજાપતિસમાજ પાટણના સૂચનને ધ્યાનમાં રાખીને ગરબા દરમિયાન અપાતી વિવિધ ચીજવસ્તુઓ સ્વરૂપેની લ્હાણી બંધ કરી યથા શકિત રોકડ ભેટ લ્હાણી સ્વરૂપે આપી સમાજમાં થતાં બિનજરૂરી ખર્ચને અટકાવી ભક્તિ સભર માહોલમાં ચૈત્રી માસના ગરબાની સમય મર્યાદામાં ઉજવણી કરી ધન્યતા અનુભવી રહ્યા છે.

પાટણ પ્રજાપતિ સમાજના પરિવાર જનોમાં પ્રથમ પુત્રની પ્રાપ્તિને લઈને પવિત્ર ચૈત્ર માસમાં નિકળતા એક મહિનાના ગરબા મહોત્સવમાં થતા બિનજરૂરી ખર્ચને અટકાવવાની પહેલને પાટણ પ્રજાપતિ સમાજ પાટણના આગેવાનોની અપીલને માન્ય રાખનાર દરેક પ્રજાપતિ પરિવારના ત્યાં આયોજિત ગરબા મહોત્સવમાં પાટણ પ્રજાપતિ સમાજ પાટણના આગેવાનો સહભાગી બની પરિવારજનોની રૂબરૂ મુલાકાત લઇ આભારની લાગણી વ્યક્ત કરી રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર/હાર્દિક પરમાર/બિનોદ


 rajesh pande