મોઇજ્જુની અગ્નિ પરીક્ષા- માલદીવમાં આજે સંસદીય ચૂંટણી માટે મતદાન, તમામની નજર પરિણામો પર રહેશે.
માલે, નવી દિલ્હી, 21 એપ્રિલ (હિ.સ.) માલદીવમાં રવિવારે સંસદીય ચૂંટણી માટે મતદાન થશે. જેમાં રાષ્ટ્રપતિ
મોઇજ્જુની અગ્નિ પરીક્ષા- માલદીવમાં આજે સંસદીય ચૂંટણી માટે મતદાન, તમામની નજર પરિણામો પર રહેશે.


માલે, નવી દિલ્હી, 21 એપ્રિલ (હિ.સ.) માલદીવમાં રવિવારે સંસદીય ચૂંટણી માટે મતદાન થશે. જેમાં રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઇઝ્ઝુની ભારત વિરોધી નીતિની પણ કસોટી થશે. દેશના લોકોની સાથે આંતરરાષ્ટ્રીય વિશ્વની પણ, ચૂંટણીના પરિણામો પર નજર છે.

માલદીવ ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, “આજે દેશના 93 મતવિસ્તારોમાં મતદાન થશે. 602 મતદાન મથકો પર 2,84,663 થી વધુ મતદારો મતદાન કરશે. વિધાનસભાની એક બેઠક માટે ઓછામાં ઓછા 368 ઉમેદવારો મેદાનમાં છે.”

ગયા વર્ષે રાષ્ટ્રપતિની ચૂંટણી બાદથી, માલદીવના રાજકીય પરીદ્ર્યશ્યમાં ઘણું વિભાજન થયું છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદ અને તેમના સમર્થકોએ ડેમોક્રેટ્સ બનાવવા માટે તત્કાલીન શાસક એમડીપી છોડી દીધી હતી. જ્યારે પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીન અને મોઇજ્જુ વચ્ચે મતભેદો વધુ ઘેરા બન્યા હતા.

માલદીવમાંથી ભારતીય સૈન્ય કર્મચારીઓને, હાંકી કાઢવાના મોઇજ્જુના નિર્ણયની દેશમાં વ્યાપક ટીકા થઈ રહી છે. તેથી, સંસદીય ચૂંટણીના સંદર્ભમાં, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, મુખ્ય વિપક્ષ અને ભારત તરફી પક્ષ માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી (એમડીપી) બહુમતી મેળવશે.

એમડીપીના નેતા અને પૂર્વ વિદેશ મંત્રી અબ્દુલ્લા શાહિદના મતે, તેમની પાર્ટી જીતને લઈને આશાવાદી છે. તેમનું કહેવું છે કે,’ મોઇજ્જુ વહીવટીતંત્ર છેલ્લા પાંચ મહિનામાં સ્થાનિક અને વિદેશી બંને નીતિઓમાં નિષ્ફળ રહ્યું છે. યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીના ભૂતપૂર્વ પ્રમુખ શાહિદે કહ્યું કે,’ મોઈજ્જુ જુઠ્ઠાણા અને નફરત ફેલાવીને, સત્તામાં આવ્યા અને તમામ વિકાસ પ્રોજેક્ટ બંધ કરી દેવામાં આવ્યા.’

ભારત વિરોધી સૂત્રોચ્ચાર કરનારા ચીનના સમર્થક મોઇજ્જુએ, ગયા વર્ષે યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઇબ્રાહિમ સોલિહને હરાવ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / સંજીવ / માધવી


 rajesh pande