ઈરાનના રાષ્ટ્રપતિ પહોંચ્યા ઈસ્લામાબાદ, તેમની મુલાકાત પર અમેરિકાની નજર
ઈસ્લામાબાદ, નવી દિલ્હી, 22 એપ્રિલ (હિ.સ.) ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસી, પાકિસ્તાનની ત્રણ દિવસીય
ઈરાનના રાષ્ટ્રપતિ પહોંચ્યા ઈસ્લામાબાદ, તેમની મુલાકાત પર અમેરિકાની નજર


ઈસ્લામાબાદ, નવી દિલ્હી, 22 એપ્રિલ (હિ.સ.) ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસી, પાકિસ્તાનની ત્રણ દિવસીય સત્તાવાર મુલાકાતે સોમવારે રાજધાની ઈસ્લામાબાદ પહોંચ્યા. આ મુલાકાતને ધ્યાનમાં રાખીને રાજધાનીમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આ માહિતી આપી હતી. મંત્રાલયે ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીનો પ્લેનમાંથી ઉતરતા ફોટો જાહેર કર્યો છે.

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ઈરાનના રાષ્ટ્રપતિની સાથે તેમની પત્ની, વિદેશ મંત્રી અને એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ છે. પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે કહ્યું કે આ મુલાકાત બુધવારે પૂર્ણ થશે. દરમિયાન, બંને મુસ્લિમ પડોશીઓ આ વર્ષે અભૂતપૂર્વ લશ્કરી હુમલા બાદ સંબંધો સુધારવાનો પ્રયાસ કરશે.

રાયસી, પૂર્વીય શહેર લાહોર અને દક્ષિણ બંદર શહેર કરાચીની મુલાકાત લેશે અને વડાપ્રધાન શહબાઝ શરીફ અને અન્ય અધિકારીઓને મળશે, એમ નિવેદનમાં જણાવાયું છે. રાયસીના આગમન દરમિયાન, સુરક્ષા પગલાંના ભાગરૂપે ઇસ્લામાબાદના મુખ્ય હાઇવે સામાન્ય વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા હતા. સરકારે કરાચીમાં જાહેર રજા જાહેર કરી છે. રાયસીની મુલાકાતને ઈસ્લામાબાદ સાથેના સંબંધોને સામાન્ય બનાવવાની દિશામાં, એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

રાયસી પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી, સેનેટ અધ્યક્ષ સૈયદ યુસુફ રઝા ગિલાની, નેશનલ એસેમ્બલીના સ્પીકર સરદાર અયાઝ સાદિક અને આર્મી ચીફ જનરલ અસીમ મુનીરને પણ મળવાના છે.

પાકિસ્તાનમાં, 8મી ફેબ્રુઆરીની ચૂંટણી બાદ, કોઈ વિદેશી નેતાની આ પ્રથમ મુલાકાત છે. પાકિસ્તાનના સંરક્ષણ નિષ્ણાતોનું કહેવું છે કે, ઈરાન-ઈઝરાયલ તણાવ વચ્ચે અમેરિકા પણ રાઈસીની મુલાકાત પર નજર રાખી રહ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ / દધીબલ / માધવી


 rajesh pande