ઇઝરાયલના મિલિટરી ઇન્ટેલિજન્સ ચીફ, અહરોન હલિવાનું રાજીનામું
તેલ અવીવ, નવી દિલ્હી, 22 એપ્રિલ (હિ.સ.) ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (આઈડીએફ) એ જણાવ્યું હતું કે, તેના ગુપ
ઇઝરાયલના મિલિટરી ઇન્ટેલિજન્સ ચીફ, અહરોન હલિવાનું રાજીનામું


તેલ અવીવ, નવી દિલ્હી, 22 એપ્રિલ (હિ.સ.) ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (આઈડીએફ) એ જણાવ્યું હતું કે, તેના ગુપ્તચર કોર્પ્સના વડાએ, 7 ઓક્ટોબરે હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલાના સંબંધમાં તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું. ઈઝરાયલના મિલિટરી ઈન્ટેલિજન્સ ચીફ અહરોન હલીવા, હુમલાની નિષ્ફળતા પર રાજીનામું આપનાર ઈઝરાયલના પ્રથમ વરિષ્ઠ અધિકારી છે.

આઈડીએફ એ, તેના એક્સ હેન્ડલ પર ઇઝરાયલના મિલિટરી ઇન્ટેલિજન્સ ચીફ, અહરોન હલિવાના રાજીનામાની માહિતી શેર કરી છે. હલીવાએ ઓક્ટોબરમાં કહ્યું હતું કે, તેમણે તે હુમલાને રોકવામાં નિષ્ફળ રહેવાની જવાબદારી લીધી છે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ / દધીબલ / ડો. હિતેશ


 rajesh pande