અમેરિકામાં ફરિયાદીએ, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ વિરુદ્ધ પુરાવા રજૂ કર્યા
વોશિંગ્ટન, નવી દિલ્હી, 23 એપ્રિલ (હિ.સ.) ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ જે. ટ્રમ્પ સામે, ફોજદારી સુનાવણ
અમેરિકામાં ફરિયાદીએ, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ વિરુદ્ધ પુરાવા રજૂ કર્યા


વોશિંગ્ટન, નવી દિલ્હી, 23 એપ્રિલ (હિ.સ.) ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ જે. ટ્રમ્પ સામે, ફોજદારી સુનાવણીમાં સોમવારે એક મુખ્ય ક્ષણ આવી. લોઅર મેનહટન ના કોર્ટરૂમમાં, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિએ ફરિયાદી પક્ષના આરોપોને શાંતિથી સાંભળ્યા. બચાવ પક્ષે જવાબ આપ્યો કે, ટ્રમ્પ પર ખોટો આરોપ મૂકવામાં આવ્યો છે. ફરિયાદ પક્ષે સાક્ષીઓ રજૂ કર્યા અને જ્યુરી સમક્ષ કેટલાક પુરાવા પણ રજૂ કર્યા.

મેનહટનના ફરિયાદીએ જ્યુરીના 12 સભ્યોને કહ્યું કે, આ કેસ ગુનાહિત કાવતરું અને સેક્સ સ્કેન્ડલ્સને છુપાવવા વિશે છે. તેના ખુલાસાથી 2016માં તેમની ચૂંટણીની જીતને ખતરો હતો. તેમણે વર્ણવ્યું કે, કેવી રીતે ટ્રમ્પ, તેમના વકીલ માઈકલ કોહેન અને ધ નેશનલ એન્ક્વાયર ટેબ્લોઈડના પ્રકાશક ડેવિડ પેકર નકારાત્મક વાર્તાઓ ફેલાવી રહ્યા હતા.

તેમના પ્રારંભિક નિવેદનમાં, ટ્રમ્પના વકીલે ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેમના અસીલે કંઈ ખોટું કર્યું નથી. ટ્રમ્પ નિર્દોષ છે. ત્યારબાદ પેકરને ટ્રાયલમાં પ્રથમ સાક્ષી તરીકે બોલાવવામાં આવ્યો હતો. તેમની જુબાનીમાં, પેકરે વર્ણવ્યું કે, કેવી રીતે નેશનલ એન્ક્વાયરરે વાર્તાઓ માટે ચૂકવણી કરી. તેમણે તેને ચેકબુક પત્રકારત્વ ગણાવ્યું.

આ મુકદ્દમો પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને પૈસા આપવા અંગેનો છે. તે સમયે એવું બહાર આવ્યું હતું કે, ટ્રમ્પનું એક પોર્ન સ્ટાર સાથે અફેર હતું. આરોપ છે કે, તેણે તેને છુપાવવા માટે સ્ટોર્મીને 1 લાખ 30 હજાર ડોલર આપ્યા હતા. પૂર્વ રાષ્ટ્રપતિની કંપનીએ આ પૈસા તેમના વકીલ માઈકલ કોહેનને આપ્યા હતા. તેણે ટ્રમ્પ વતી પોર્ન સ્ટારને તેની ચૂકવણી કરી હતી. વકીલોનું કહેવું છે કે, જો ટ્રમ્પ દોષિત ઠરશે તો, તેમને ચાર વર્ષ સુધીની જેલ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, આ મુકદ્દમો એવા સમયે આગળ વધી રહ્યો છે જ્યારે ટ્રમ્પ પણ આ વર્ષે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે રિપબ્લિકન ટિકિટના સંભવિત ઉમેદવાર છે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ / ડો. હિતેશ


 rajesh pande