અમેરિકાના એરિઝોનામાં, માર્ગ અકસ્માતમાં બે ભારતીય વિદ્યાર્થીઓના મોત થયા
વોશિંગ્ટન, નવી દિલ્હી, 23 એપ્રિલ (હિ.સ.) અમેરિકાના એરિઝોનામાં લેક પ્લેઝન્ટ પાસે બે કાર વચ્ચે સામસામે
મૃત્યુ


વોશિંગ્ટન, નવી દિલ્હી, 23 એપ્રિલ (હિ.સ.) અમેરિકાના એરિઝોનામાં લેક પ્લેઝન્ટ પાસે બે કાર વચ્ચે સામસામે અથડામણમાં, બે ભારતીય વિદ્યાર્થીઓના મોત થયા છે.

સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, “મૃતકો ભારતીય મૂળના રહેવાસીઓ નિવેશ મુક્કા (19) અને ગૌતમ પારસી (19) હતા. જેઓ અમેરિકામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ તરીકે નોંધાયેલા હતા. દુર્ઘટના 20 એપ્રિલના રોજ, સાંજે 6:18 કલાકે કેસલ હોટ સ્પ્રિંગ્સ રોડ પર, રાજ્યના રૂટ 74 ની ઉત્તરે બની હતી. કાર કેવી રીતે અથડાઈ તેની તપાસ કરવામાં આવી રહી છે.” પોલીસનું કહેવું છે કે,” આ અકસ્માતમાં, બંને કારના ચાલકોને ઈજા થઈ છે. તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.”

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ / સુનીત / માધવી


 rajesh pande