કતર સાથે દ્વિપક્ષીય વાટાઘાટો બાદ આઠ કરાર પર હસ્તાક્ષર, નેપાળમાં રોકાણ કરવા વિનંતી
કાઠમંડુ, નવી દિલ્હી, 24 એપ્રિલ (હિ.સ.) નેપાળની મુલાકાતે આવેલા કતરના અમીર શેખ તામીમ બિન હમાદ અલ થાની
કતર સાથે દ્વિપક્ષીય વાટાઘાટો બાદ આઠ કરાર પર હસ્તાક્ષર, નેપાળમાં રોકાણ કરવા વિનંતી


કાઠમંડુ, નવી દિલ્હી, 24 એપ્રિલ (હિ.સ.) નેપાળની મુલાકાતે આવેલા કતરના અમીર શેખ તામીમ બિન હમાદ અલ થાની અને વડા પ્રધાન પુષ્પકમલ દહલ 'પ્રચંડ' વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો બાદ આઠ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. કતરના અમીર, બે દિવસની મુલાકાત બાદ બુધવારે સ્વદેશ પરત ફર્યા હતા.

કાઠમંડુની સોલ્ટી હોટેલમાં દ્વિપક્ષીય વાટાઘાટો દરમિયાન વડા પ્રધાન 'પ્રચંડ' એ, કતરમાં રહેતા લાખો નેપાળી મજૂરોના હિતોનું ધ્યાન રાખવા વિનંતી કરી હતી. પ્રચંડે રોકાણના સારા વાતાવરણને કારણે નેપાળના કૃષિ, ઉદ્યોગ, પર્યટન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રોમાં રોકાણ કરવા વિનંતી કરી હતી. આ સિવાય વડા પ્રધાન પ્રચંડે નેપાળ અને કતાર વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા પરસ્પર સમજણ સાથે કામ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. તેમણે કહ્યું કે, બંને દેશો વચ્ચેના સંબંધો સૌહાર્દપૂર્ણ મિત્રતા, પરસ્પર સન્માન, વિશ્વાસ અને સહયોગ પર આધારિત છે.

વડાપ્રધાન પ્રચંડ અને કતરના અમીર વચ્ચે થયેલા કરારોમાં બંને દેશો વચ્ચે કલા અને સંસ્કૃતિના ક્ષેત્રે સહકારની સમજણ, નેપાળની સત્તાવાર સમાચાર સંસ્થા રાષ્ટ્રીય સમાચાર સમિતિ અને કતર સમાચાર એજન્સી વચ્ચે સમાચારોના આદાન-પ્રદાન અંગેના કરાર, પ્રાથમિક શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ તથા વૈજ્ઞાનિક સંશોધન ક્ષેત્રે સહકારની સમજ, યુવા અને રમતગમતના ક્ષેત્રમાં સહકાર, નેપાળ અને કતરની એટર્ની જનરલ ઓફિસ વચ્ચે સહ-કાર્ય ની સમજુતી, અને નેપાળના ઉદ્યોગ અને વાણિજ્ય ફેડરેશન અને કતર ચેમ્બર વચ્ચે સંયુક્ત બિઝનેસ કાઉન્સિલની સ્થાપના માટેનો કરાર મહત્વપૂર્ણ છે.

હિન્દુસ્થાન સમાચાર/પંકજ/સુનીત / માધવી


 rajesh pande