હિઝબુલ્લાએ એક સાથે 35 રોકેટ ફાયર કરીને, ઇઝરાયેલ પર આક્રમક હુમલો કર્યો
યરુસલેમ, નવી દિલ્હી, 24 એપ્રિલ (હિ.સ.) ઈરાન સમર્થિત લેબનીઝ સશસ્ત્ર જૂથ હિઝબુલ્લા એ, એક સાથે 35 રોકેટ
પહસતદ


યરુસલેમ, નવી દિલ્હી, 24 એપ્રિલ (હિ.સ.) ઈરાન સમર્થિત લેબનીઝ સશસ્ત્ર જૂથ હિઝબુલ્લા એ, એક સાથે 35 રોકેટ ફાયર કરીને ઈઝરાયલ પર આક્રમક હુમલો કર્યો છે. હિઝબુલ્લા તરફથી 35 રોકેટ હુમલાઓએ ઉત્તર ઇઝરાયલના શહેર સફેદ અને આસપાસના વિસ્તારોમાં હવાઈ હુમલાના સાયરન વગાડ્યા. ઇઝરાયલી સૈન્યએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, હુમલામાં કોઇને ઇજા થઇ નથી. જવાબમાં, ઇઝરાયલે પણ દક્ષિણ લેબેનોનમાં હિઝબુલ્લાના માળખા પર હવાઈ હુમલા કર્યા.

ઇઝરાયલ સંરક્ષણ દળોએ દક્ષિણ લેબનોનમાં હિઝબુલ્લાના માળખા પર રોકેટ લોન્ચર વડે હુમલો કર્યો હતો, એમ ઇઝરાયલી સૈન્યએ સોમવારે જણાવ્યું હતું. અગાઉ સોમવારે, ઇઝરાયલે દક્ષિણ લેબનોનના અર્ઝૌન અને ઓડાઈસેહ ગામોમાં બે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો કર્યો, જ્યાં હિઝબુલ્લા લડવૈયાઓ હાજર હતા.

બીજી તરફ ઈઝરાયલની સેનાએ ખાન યુનિસના સૌથી મોટા ખાલી હોસ્પિટલ સંકુલમાં 283 લોકોની સામૂહિક કબરો શોધવાના દાવાને ફગાવી દીધો છે. ગાઝા પ્રશાસને આરોપ લગાવ્યો હતો કે, આ લોકોને ઈઝરાયલી સૈનિકોએ મારી નાખ્યા હતા અને તેને ભૂગર્ભમાં દફનાવવામાં આવ્યા હતા.

ઇઝરાયલે મંગળવારે સમગ્ર ગાઝા પર હુમલો કર્યો હતો. તેને તાજેતરના અઠવાડિયાના સૌથી મોટા હુમલાઓમાંનો એક માનવામાં આવી રહ્યો છે. ઇઝરાયલી દળોએ ખાસ કરીને ઉત્તરી ગાઝાને નિશાન બનાવ્યું હતું. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર, ઇઝરાયલ પહેલાથી જ તેના સૈનિકોને અહીં ઉતારી ચૂક્યું છે. મંગળવારે, હવાઈ હુમલાની સાથે, તેણે મધ્ય અને દક્ષિણ ગાઝા પર પણ ટેન્ક વડે ગોળીબાર કર્યો હતો.

ટાંકીઓએ સોમવારે રાત દરમિયાન ગાઝા પટ્ટીની ઉત્તરી ધાર પર બેતહાનુન પર ગોળીબાર કરવાનું ચાલુ રાખ્યું હતું. બીજી બાજુ, ઇઝરાયલમાં સરકારી કચેરીઓ અને વ્યવસાયો યહૂદીઓના ફસહ પર્વની રજાને નિહાળવા માટે બંધ રહ્યા હતા. જો કે, આ સમયગાળા દરમિયાન, દક્ષિણ સરહદ પર સ્થિત શહેરોમાં રોકેટ હુમલાની ચેતવણીઓ ગુંજતી રહી.

હિન્દુસ્થાન સમાચાર / અજિત તિવારી / પ્રભાત / ડો. હિતેશ


 rajesh pande