અજીત ડોભાલે, રશિયન સમકક્ષ સાથે દ્વિપક્ષીય સહયોગની સમીક્ષા કરી
મોસ્કો, નવી દિલ્હી, 25 એપ્રિલ (હિ.સ.) ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે, બુધવારે રશિયાના
અજીત ડોભાલે, રશિયન સમકક્ષ સાથે દ્વિપક્ષીય સહયોગની સમીક્ષા કરી


મોસ્કો, નવી દિલ્હી, 25 એપ્રિલ (હિ.સ.) ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે, બુધવારે રશિયાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર નિકોલાઈ પેત્રુશેવ સાથે દ્વિપક્ષીય સહયોગ પર ચાલી રહેલી પ્રગતિની સમીક્ષા કરી. પરસ્પર હિતના મહત્વના મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી. આ મહિનામાં ડોભાલની, પેત્રુશેવ સાથે આ બીજી મુલાકાત છે.

મોસ્કોમાં ભારતીય દૂતાવાસે 'એક્સ' પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, ડોભાલે સેન્ટ પીટર્સબર્ગમાં સુરક્ષા મામલાઓ માટે જવાબદાર ઉચ્ચ અધિકારીઓની 12મી આંતરરાષ્ટ્રીય બેઠકની બાજુમાં પેત્રુશેવ સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી. પોસ્ટમાં જણાવાયું છે કે, બંને પક્ષોએ દ્વિપક્ષીય સહકારમાં પ્રગતિની સમીક્ષા કરી અને પરસ્પર હિતના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી.

ડોભાલે, 22 માર્ચે મોસ્કોના ક્રોકસ સિટી હોલ પર થયેલા બર્બર આતંકવાદી હુમલાની નિંદા કરી હતી અને આ ખતરા સાથે વ્યવહાર કરવામાં બેવડા ધોરણોને ટાળવા હાકલ કરી હતી. આ મહિનાની શરૂઆતમાં, ડોભાલે અસ્તાનામાં, શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ) ના સભ્ય દેશોની સુરક્ષા પરિષદના સચિવોની 19મી વાર્ષિક બેઠક દરમિયાન પેત્રુશેવ સાથે મુલાકાત કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર/ અજિત તિવારી / માધવી


 rajesh pande