યુક્રેને લાંબા અંતરની મિસાઈલ વડે, રશિયાના કબજાવાળા વિસ્તારોને નિશાન બનાવ્યા
વોશિંગ્ટન, નવી દિલ્હી, 25 એપ્રિલ (હિ.સ.) યુક્રેને પ્રથમ વખત રશિયાના કબજા હેઠળના વિસ્તારોને નિશાન બના
બહવ


વોશિંગ્ટન, નવી દિલ્હી, 25 એપ્રિલ (હિ.સ.) યુક્રેને પ્રથમ વખત રશિયાના કબજા હેઠળના વિસ્તારોને નિશાન બનાવવા માટે, અમેરિકા પાસેથી મળેલી લાંબા અંતરની બેલેસ્ટિક મિસાઈલોનો ઉપયોગ કર્યો છે. અમેરિકન અધિકારીઓએ બુધવારે આ જાણકારી આપી.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગયા અઠવાડિયે ક્રિમિયામાં રશિયન લશ્કરી એરફિલ્ડ અને અન્ય કબજા હેઠળના વિસ્તારમાં રશિયન દળો પર બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. અમેરિકાએ ગત ઓક્ટોબરમાં યુક્રેનને ડબલ હુમલાની ક્ષમતાવાળી મિસાઈલ આપી હતી. આ મિસાઈલોથી 300 કિલોમીટરના અંતર સુધીના લક્ષ્યોને નિશાન બનાવી શકાય છે.

એક અધિકારીએ જણાવ્યું કે, રાષ્ટ્રપતિ જો બાઈડેન દ્વારા હસ્તાક્ષર કરાયેલા નવા સૈન્ય સહાય પેકેજ હેઠળ, અમેરિકા આમાંથી વધુ મિસાઇલો આપી રહ્યું છે. દરમિયાન, જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફના વાઇસ ચેરમેને કહ્યું કે, યુક્રેનને લાંબા અંતરની મિસાઇલો પ્રદાન કરવાનો 'આ યોગ્ય સમય છે'.

યુક્રેન, વધતા રશિયન હુમલાઓનો સામનો કરી રહ્યું છે. યુક્રેન લાંબા અંતરની મિસાઈલ સિસ્ટમની વિનંતી કરી રહ્યું હતું. અમેરિકા દ્વારા પ્રદાન કરવામાં આવેલ મિસાઇલ, ખૂબ દૂર સ્થિત રશિયન લક્ષ્યો પર હુમલો કરવાની નોંધપાત્ર ક્ષમતા પ્રદાન કરે છે.

હિન્દુસ્થાન સમાચાર/ અજિત તિવારી / ડો. હિતેશ


 rajesh pande