નેપાળ: ઈંટોના ભઠ્ઠામાં લોકોને જીવતા સળગાવવાના દોષિત, પૂર્વ મંત્રી આફતાબ આલમને આજીવન કેદ
કાઠમંડુ, નવી દિલ્હી, 26 એપ્રિલ (હિ.સ.) નેપાળી કોંગ્રેસના પૂર્વ સાંસદ અને પૂર્વ મંત્રી આફતાબ આલમને, ર
નેપાળ: ઈંટોના ભઠ્ઠામાં લોકોને જીવતા સળગાવવાના દોષિત, પૂર્વ મંત્રી આફતાબ આલમને આજીવન કેદ


કાઠમંડુ, નવી દિલ્હી, 26 એપ્રિલ (હિ.સ.) નેપાળી કોંગ્રેસના પૂર્વ સાંસદ અને પૂર્વ મંત્રી આફતાબ આલમને, રૌતહટ જિલ્લા અદાલતે આજીવન કેદની સજા ફટકારી છે. ઘટનાના 16 વર્ષ બાદ સજાની જાહેરાત કરવામાં આવી છે.

રૌતહટ જિલ્લાના મજબૂત નેતા અને નેપાળ સરકારમાં ભૂતપૂર્વ શ્રમ મંત્રી આફતાબ આલમને, પ્રથમ બંધારણ સભાની ચૂંટણી દરમિયાન ઘણા લોકોને જીવતા ભઠ્ઠીમાં સળગાવવાના દોષી ઠેરવવામાં આવ્યા છે. 2008 માં યોજાયેલી પ્રથમ બંધારણ સભા દરમિયાન, નેપાળી કોંગ્રેસની ટિકિટ પર રૌતહટથી ચૂંટણી લડી રહેલા આલમે, બૂથ પર કબજો કર્યો હતો અને બિહારની સરહદેથી કેટલાક ગુનેગારોને ચૂંટણી જીતવા માટે બોમ્બ બનાવવા માટે બોલાવ્યા હતા. બોમ્બ બનાવતી વખતે તેમના ઘરમાં વિસ્ફોટ થયો હતો અને બોમ્બ બનાવનારા તમામ લોકો ખરાબ રીતે ઘાયલ થયા હતા. ઘટનાને છુપાવવા માટે, તમામ ઇજાગ્રસ્તોને સારવાર આપવાને બદલે, તેઓને પોતાના ઈંટના ભઠ્ઠામાં લઈ જઈ જીવતા સળગાવી હત્યા કરી નાખી હતી.

માર્યા ગયેલા લોકોમાંથી માત્ર બે નેપાળી નાગરિક હતા. બાકીના બધા બિહારના રહેવાસી હતા. ગુમ થયેલા નેપાળી લોકોના પરિવારજનોની ફરિયાદ બાદ ઘટનાના 12 વર્ષ બાદ પોલીસે આફતાબ આલમની ધરપકડ કરી હતી. ત્યારથી તે સતત જેલમાં છે. આલમની ધરપકડ બાદ ચાર વર્ષ સુધી ચાલેલી સુનાવણી બાદ જિલ્લા કોર્ટમાંથી કેસનો નિર્ણય આવ્યો છે.

રૌતહટ જિલ્લા ન્યાયાધીશ માતૃકા પ્રસાદ આચાર્યએ, આ કેસમાં આફતાબ આલમ સહિત ચાર લોકોને આજીવન કેદની સજા સંભળાવી છે. સજા પામેલાઓમાં આફતાબ આલમના ભાઈ મહતાબ આલમ, શેખ સરાજ અને બદ્રી સહનીનો સમાવેશ થાય છે. સહની, તે ઈંટના ભઠ્ઠાના મુનશી હતા. આ કેસમાં આફતાબના પરિવારના 6 લોકો હજુ પણ ફરાર હોવાનું કહેવાય છે.

કોર્ટે કહ્યું કે, જ્યારે પણ તેમની ધરપકડ કરવામાં આવશે ત્યારે કેસમાં સજા સંભળાવવામાં આવશે. કોર્ટના નિર્ણયમાં ઈંટના ભઠ્ઠામાં માર્યા ગયેલા બે નેપાળી નાગરિકો ત્રિલોક પ્રતાપ સિંહ અને ઓસી અખ્તર મિયાંના કેસમાં સજાનો ઉલ્લેખ છે. આ ક્રમમાં માર્યા ગયેલા લગભગ અડધો ડઝન અન્ય લોકો, જેઓ બિહારના હતા, તેઓએ ન તો પોલીસ ફરિયાદ નોંધાવી કે ન તો તેમના વતી કેસની વિનંતી કરી. તેથી કોર્ટે હાલમાં તેના પર કંઈ કહ્યું નથી. આ ઘટના બાદ પણ આફતાબ આલમ બે વખત સાંસદ અને એક વખત મંત્રી બની ચૂક્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / પંકજ દાસ / સંજીવ / ડો. હિતેશ


 rajesh pande