ઈરાકે સમલૈંગિક સંબંધો પર કડક કાયદો બનાવ્યો, 15 વર્ષની સજા થશે
વોશિંગ્ટન, નવી દિલ્હી, 28 એપ્રિલ (હિ.સ.) ઈરાકની સંસદે સમલૈંગિક લગ્ન પર પ્રતિબંધ મૂકતો કાયદો પસાર કર્
ઈરાકે સમલૈંગિક સંબંધો પર કડક કાયદો બનાવ્યો, 15 વર્ષની સજા થશે


વોશિંગ્ટન, નવી દિલ્હી, 28 એપ્રિલ (હિ.સ.) ઈરાકની સંસદે સમલૈંગિક લગ્ન પર પ્રતિબંધ મૂકતો કાયદો પસાર કર્યો છે. આ અંતર્ગત સમલૈંગિકતાને પ્રોત્સાહન આપનારાઓને ભારે દંડ અને જેલની સજા આપવામાં આવશે. આવા કેસમાં ટ્રાન્સજેન્ડર્સને પણ એકથી ત્રણ વર્ષ સુધી જેલમાં મોકલી શકાય છે. જો કે, અમેરિકાએ તેની નિંદા કરતા કહ્યું કે, આ કાયદો બંધારણીય રીતે સુરક્ષિત માનવ અધિકારો અને મૂળભૂત સ્વતંત્રતાઓ માટે ખતરો છે.

ઈરાકી સંસદે સમલૈંગિક સંબંધોને અપરાધ ગણતો કાયદો પસાર કર્યો છે. આ અંતર્ગત સમલૈંગિકતા સંબંધિત મામલામાં મહત્તમ 15 વર્ષની જેલની સજા થઈ શકે છે. કાયદાની નકલ જણાવે છે કે, તેનો હેતુ ઈરાકી સમાજને નૈતિક ભ્રષ્ટાચાર અને સમલૈંગિકતાથી બચાવવાનો છે. તેનાથી ધાર્મિક મૂલ્યો જાળવવામાં મદદ મળશે.

જ્યારે અમેરિકા સહિત કેટલાક પશ્ચિમી દેશોએ ઈરાકના પગલાની ટીકા કરતા કહ્યું છે કે, આ કાયદા દ્વારા ઈરાક એલજીબીટી સમુદાયના અધિકારોનું ઉલ્લંઘન કરતું રહેશે.

અમેરિકી વિદેશ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, 'અમેરિકા ઇરાકી સંસદ દ્વારા વર્તમાન કાયદામાં સુધારાને પસાર કરવાને લઈને ખૂબ જ ચિંતિત છે. કાયદો સમલૈંગિક લગ્ન પર પ્રતિબંધ મૂકે છે. તેમજ દંડ અને જેલની સજાની જોગવાઈ કરવામાં આવી છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે, સમલૈંગિકતાને પ્રોત્સાહન આપનારાઓને સજા કરવામાં આવશે. આ ફેરફાર બંધારણીય રીતે સુરક્ષિત માનવ અધિકારો અને મૂળભૂત સ્વતંત્રતાઓ માટે ખતરો છે.

હિન્દુસ્થાન સમાચાર/સંજીવ / માધવી


 rajesh pande