રુદ્રપ્રયાગ, નવી દિલ્હી, 26 જુલાઈ (હિ.સ.) ઉત્તરાખંડ જિલ્લામાં રૂદ્રપ્રયાગ-મદમહેશ્વર ટ્રેક પર ગોદરમાં નદી પર બનેલો વૈકલ્પિક પુલ ધોવાઈ ગયો છે. ટ્રેક પર કેટલાક લોકો છે, જે સુરક્ષિત હોવાનું કહેવાય છે.
ડિઝાસ્ટર મેનેજમેન્ટ, રૂદ્રપ્રયાગના જણાવ્યા અનુસાર, આ ટ્રેક પર નદી પરનો વૈકલ્પિક પુલ તૂટી ગયો છે. માહિતી મળતાની સાથે જ એસડીઅઆરએફ ની ટીમ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ હતી. કમાન્ડર મણિકાંત મિશ્રાની સૂચના અનુસાર, બેકઅપ તરીકે ઈન્સ્પેક્ટર અનિરુદ્ધ ભંડારીના નેતૃત્વમાં એક વધારાની ટીમ ઘટનાસ્થળે મોકલવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર/રાજેશ કુમાર/મુકુંદ / માધવી
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ / ડો.હિતેશ એન.વ્યાસ