નવી દિલ્હી, 14 જાન્યુઆરી (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, મંગળવારે સશસ્ત્ર દળોના વેટરન્સ ડે (ભૂતપૂર્વ સૈનિક દિવસ) પર દેશની રક્ષા માટે પોતાના જીવન સમર્પિત કરનારા બહાદુર પુરુષો અને મહિલાઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા કહ્યું કે, “ભૂતપૂર્વ સૈનિકો આપણા નાયકો અને દેશભક્તિના પ્રતીક છે.“
પ્રધાનમંત્રીએ પોસ્ટમાં લખ્યું, “સશસ્ત્ર દળોના વેટરન્સ ડે પર, અમે તે બહાદુર મહિલાઓ અને પુરુષો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ જેમણે આપણા દેશની રક્ષા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે. તેમનું બલિદાન, સાહસ અને કર્તવ્ય પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા અનુકરણીય છે. આપણા નાયકો અને દેશભક્તિના પ્રતીકો છે. અમારી સરકારે હંમેશા નિવૃત્ત સૈનિકોના કલ્યાણ માટે કામ કર્યું છે અને અમે આવનારા સમયમાં પણ આમ કરતા રહીશું.“
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ