પેટ્રોલ-ડીઝલની કિંમતો સ્થિર, ક્રૂડ ઓઈલ લગભગ 80 ડોલર પ્રતિ બેરલ
નવી દિલ્હી, 31 જુલાઇ (હિ.સ.) દેશમાં આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ 80 ડોલર પ્રતિ બેરલની આસપાસ છે. ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ મુજબ, આજે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 94.72 રૂપિયા, ડીઝલ 87.62 રૂપિયા,
ક્રુડ


નવી દિલ્હી, 31 જુલાઇ (હિ.સ.) દેશમાં આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ 80 ડોલર પ્રતિ બેરલની આસપાસ છે.

ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ મુજબ, આજે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 94.72 રૂપિયા, ડીઝલ 87.62 રૂપિયા, મુંબઈમાં પેટ્રોલ 103.44 રૂપિયા, ડીઝલ 89.97 રૂપિયા, કલકાતામાં પેટ્રોલ 104.95 રૂપિયા, ડીઝલ 91.76 રૂપિયા, ચેન્નાઈમાં પેટ્રોલ 100.75 રૂપિયા અને ડીઝલ 92.34 પ્રતિ લિટરના દરે ઉપલબ્ધ છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં સપ્તાહના ત્રીજા દિવસે શરૂઆતના કારોબારમાં બ્રાન્ડેડ ક્રૂડ 1.14 ડોલર એટલેકે 1.45 ટકાના વધારા સાથે પ્રતિ બેરલ 79.77 ડોલર પર ટ્રેન્ડ કરી રહ્યું છે. વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (ડબ્લ્યુટીઆઈ) ક્રૂડ 1.19 ડોલર એટલેકે 1.59 ટકાના વધારા સાથે 75.92 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર/પ્રજેશ શંકર/મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ / માધવી વ્યાસ


 rajesh pande