
નવી દિલ્હી, 16 ડિસેમ્બર (હિ.સ.). બી. સાઈરામે જાહેર ક્ષેત્રની કંપની કોલ ઈન્ડિયા લિમિટેડ (સીઆઈએલ) ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. તેઓએ અગાઉ નોર્ધન કોલફિલ્ડ્સ લિમિટેડ (એનસીએલ) ના ચેરમેન-કમ-મેનેજિંગ ડિરેક્ટર (સીએમડી) તરીકે સેવા આપી હતી. સીઆઈએલ એ મંગળવારે સ્ટોક એક્સચેન્જને સીએમડી પદ સંભાળ્યાની માહિતી આપી હતી.
સ્ટોક એક્સચેન્જ અનુસાર, બી. સાઈરામે કોલસા વિભાગના અધિક સચિવ સનોજ કુમાર ઝાનું સ્થાન લીધું છે. 31 ઓક્ટોબરના રોજ પીએમ પ્રસાદની નિવૃત્તિ બાદ ઝાએ 1 નવેમ્બરના રોજ સીઆઈએલ ના વચગાળાના ચેરમેન તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. બી. સાઈરામે, 15 ડિસેમ્બરના રોજ કોલ ઈન્ડિયા લિમિટેડ (સીઆઈએલ) ના ચેરમેન-કમ-મેનેજિંગ ડિરેક્ટર તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. ભારતના સ્થાનિક કોલસા ઉત્પાદનમાં કોલ ઈન્ડિયાનો હિસ્સો 80% થી વધુ છે.
કોલ ઈન્ડિયાના ચેરમેન બી. પદ સંભાળ્યા પછી એક નિવેદનમાં, સાઈરામે તેમની ટીમના સભ્યો સાથે ઓપરેશનલ શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા માટેનું પોતાનું વિઝન શેર કર્યું. તેમણે જાહેરાત કરી કે કોલ ઇન્ડિયા લિમિટેડ (સીઆઈએલ) વધતી જતી સ્થાનિક ઉર્જા માંગ વચ્ચે તેના રેકોર્ડ ઉત્પાદન લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે તેના પ્રયાસોને વધુ તીવ્ર બનાવશે.
તેમણે પેટાકંપનીઓના સીએમડી સાથે વર્ચ્યુઅલ મીટિંગ યોજી હતી, જેમાં સલામતી અને ગુણવત્તાના નિયમોનું પાલન કરીને આ વર્ષના કોલસા ઉત્પાદન લક્ષ્યોને પ્રાપ્ત કરવા હાકલ કરી હતી. આ મીટિંગમાં ડિરેક્ટર (એચઆર) ડૉ. વિનય રંજન, ડિરેક્ટર (માર્કેટિંગ) મુકેશ ચૌધરી, ડિરેક્ટર (ફાઇનાન્સ) મુકેશ અગ્રવાલ અને ડિરેક્ટર (ટેકનિકલ) અચ્યુત ઘટક હાજર રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ