નેતન્યાહુએ જાહેર કર્યું કે, હમાસનો નાશ થશે ત્યારે જ યુદ્ધ બંધ થશે
તેલ અવીવ, નવી દિલ્હી, 03 સપ્ટેમ્બર (હિ.સ.) ગાઝામાં બંધકો સાથે આતંકવાદી જૂથ હમાસની ક્રૂરતાથી મહાસત્તાઓ પરેશાન છે. છ બંધકોની હત્યાના કારણે, ઈઝરાયલમાં વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ પ્રત્યે લોકોમાં ભારે ગુસ્સો છે. નેતન્યાહુ પર યુદ્ધવિરામ માટે દબાણ કરવા મ
હમાસ


તેલ અવીવ, નવી દિલ્હી, 03 સપ્ટેમ્બર (હિ.સ.) ગાઝામાં બંધકો સાથે આતંકવાદી જૂથ હમાસની ક્રૂરતાથી મહાસત્તાઓ પરેશાન છે. છ બંધકોની હત્યાના કારણે, ઈઝરાયલમાં વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ પ્રત્યે લોકોમાં ભારે ગુસ્સો છે. નેતન્યાહુ પર યુદ્ધવિરામ માટે દબાણ કરવા માટે ભીડ શેરીઓમાં છે. અમેરિકા અને બ્રિટનનું વલણ પણ નરમ પડ્યું છે. આમ છતાં વડાપ્રધાન નેતન્યાહૂએ, ગાઝામાંથી હટી જવાનો ઈન્કાર કરી દીધો છે.

અમેરિકન અખબાર ધ ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, દેશમાં હડતાલ અને પ્રદર્શનો વચ્ચે વડાપ્રધાન નેતન્યાહૂ સોમવારે પત્રકારો સામે દેખાયા હતા. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ કહ્યું કે યુદ્ધ ત્યારે જ સમાપ્ત થશે જ્યારે ઈઝરાયેલ હમાસનો નાશ કરશે. નેતન્યાહુએ કહ્યું કે, ઇજિપ્તની સરહદે ગાઝાની જમીનની પટ્ટી પર ઇઝરાયલની સતત હાજરી, ઇઝરાયલની સુરક્ષા માટે જરૂરી છે.

વોશિંગ્ટનમાં, રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું કે, નેતન્યાહુ બંધકોને ઘરે લાવવા માટે પૂરતું કામ કરી રહ્યા નથી, ધ ન્યૂ યોર્ક ટાઈમ્સે અહેવાલ આપ્યો છે. બ્રિટને પણ જાહેરાત કરી છે કે, તે ઇઝરાયેલને કેટલાક શસ્ત્રોનું વેચાણ સ્થગિત કરશે. મીડિયામાં કહેવામાં આવી રહ્યું છે કે, હમાસની કેદમાં હજુ પણ લગભગ 100 ઈઝરાયલના બંધકો છે. હમાસે નેતન્યાહુને ધમકી આપી છે. હમાસની સશસ્ત્ર પાંખે સોમવારે કહ્યું હતું કે, જો લશ્કરી દબાણ ચાલુ રહેશે તો બંધકોને શબપેટીઓમાં ઇઝરાયલ પરત કરવામાં આવશે. તેણે એવી ચેતવણી પણ આપી હતી કે, જો ઈઝરાયલી સૈનિકો આવે છે તો બંધકોની સુરક્ષા કરતા આતંકવાદીઓને નવી સૂચનાઓ આપવામાં આવી છે. બીજી તરફ, ગાઝામાં હમાસની કેદમાં મૃત્યુ પામેલા અમેરિકન-ઇઝરાયલી બંધક હેરશ ગોલ્ડબર્ગ-પોલીનને, યરૂસલેમમાં અંતિમ વિદાય આપવામાં આવી હતી. જેમાં હજારો લોકોએ ભાગ લીધો હતો.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ / ડો. હિતેશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande