બાંગ્લાદેશ સુડાનમાં, તેના શાંતિ રક્ષકોના બલિદાન પર દુઃખ વ્યક્ત કર્યું
ઢાકા,નવી દિલ્હી, 14 ડિસેમ્બર (હિ.સ.) બાંગ્લાદેશે સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષકો પર થયેલા હુમલાની કડક નિંદા કરી છે. શનિવારે સુડાનના અબેઈમાં યુએન બેઝ પર ડ્રોન હુમલામાં છ બાંગ્લાદેશી શાંતિ રક્ષકો માર્યા ગયા હતા અને આઠ અન્ય ઘાય
ઢાકા


ઢાકા,નવી દિલ્હી, 14 ડિસેમ્બર (હિ.સ.) બાંગ્લાદેશે સંયુક્ત રાષ્ટ્ર

શાંતિ રક્ષકો પર થયેલા હુમલાની કડક નિંદા કરી છે. શનિવારે સુડાનના અબેઈમાં યુએન

બેઝ પર ડ્રોન હુમલામાં છ બાંગ્લાદેશી શાંતિ રક્ષકો માર્યા ગયા હતા અને આઠ અન્ય

ઘાયલ થયા હતા. એક સત્તાવાર નિવેદનમાં, બાંગ્લાદેશે તેના બહાદુર પુત્રોના મોત પર દુઃખ વ્યક્ત

કર્યું હતું.

ડેઇલી સ્ટાર અખબાર અનુસાર, “બાંગ્લાદેશના

વિદેશ મંત્રાલયના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, બાંગ્લાદેશ તેના

બહાદુર પુત્રોના નુકસાન પર શોક વ્યક્ત કરે છે અને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે ઊંડી

સંવેદના વ્યક્ત કરે છે. બાંગ્લાદેશની સરકાર અને લોકો ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે

પ્રાર્થના કરે છે.

નિવેદનમાં, સરકારે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રમાં તેના કાયમી મિશન

દ્વારા, ઘાયલ શાંતિ

રક્ષકો માટે શ્રેષ્ઠ શક્ય સારવાર સુનિશ્ચિત કરવા સંયુક્ત રાષ્ટ્રને વિનંતી કરી છે.

નિવેદનમાં ઉમેરવામાં આવ્યું છે કે, ન્યૂયોર્કમાં બાંગ્લાદેશ મિશન સંયુક્ત રાષ્ટ્ર

સાથે સતત સંપર્કમાં છે અને ત્યાં તૈનાત બાંગ્લાદેશી શાંતિ રક્ષકોને જરૂરી તમામ

સહાય પૂરી પાડવા માટે નજીકથી કામ કરી રહ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande