પ્રાગ, નવી દિલ્હી, 03 સપ્ટેમ્બર (હિ.સ.) ચેક રિપબ્લિક પોલીસે, સ્થળાંતર કરનારાઓને લઈ જતી ટ્રકને જપ્ત કરી લીધી છે. આ ટ્રકમાં 30 પ્રવાસીઓ મળી આવ્યા હતા. જે પૈકી એક મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસે બાકીના 29 પરપ્રાંતીયોને કસ્ટડીમાં લીધા છે. ચેક રિપબ્લિક પોલીસે, એક્સ હેન્ડલ પર આ માહિતી આપી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, સોમવારે સ્થાનિક સમય મુજબ રાત્રે 8:00 વાગ્યા પછી, પ્રાગની ઉત્તરે હાઈવે પર વેલટુસી નજીક ડી-8 મોટરવે પર પ્રવાસીઓને લઈ જતી ટ્રકને અટકાવવામાં આવી હતી અને તેની તલાશી લેવામાં આવી હતી. આ પ્રવાસીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. આ તમામ ટ્રાન્ઝિટ માઈગ્રન્ટ્સ છે.
પોલીસે જણાવ્યું કે, આ ઘટના બાદ હાઇવે લગભગ 30 મિનિટ સુધી બંધ કરી દેવામાં આવ્યો હતો. આમાંના કેટલાક પ્રવાસીઓએ ભાગવાનો પ્રયાસ પણ કર્યો હતો. પીછો કર્યા પછી છુપાઈ ગયા હતા. હેલિકોપ્ટરની મદદથી તેમની શોધખોળ કરવામાં આવી હતી. તેમાંથી કેટલાકની તબિયત સારી ન હતી. તેમને સ્થળ પર જ સારવાર આપવામાં આવી હતી. કોઈને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા ન હતા. આ લોકોની રાષ્ટ્રીયતા હજુ જાણી શકાઈ નથી.
રેડિયો પ્રાગ ઈન્ટરનેશનલના જણાવ્યા અનુસાર, ચેક પોલીસે લગભગ 30 સ્થળાંતર કરનારાઓને લઈ જતી ટ્રકને રોકી હતી અને તેમાંથી કેટલાકે કૂદીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. સ્થળાંતર કરનારાઓની તબિયત ખરાબ હોવાનું જાણવા મળ્યું હતું અને બચાવ પ્રયાસો છતાં, એક મહિલાનું મૃત્યુ થયું હતું. બોહેમિયા અને જર્મનીને જોડતા ડી-8 હાઈવે પર સોમવારે સાંજે આ ઘટના બની હતી.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ / ડો. હિતેશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ