પાકિસ્તાને અરબી સમુદ્રમાં, જમીનથી હવામાં પ્રહાર કરતી મિસાઇલનું પરીક્ષણ કર્યું
ઇસ્લામાબાદ, નવી દિલ્હી,15 ડિસેમ્બર (હિ.સ.) પાકિસ્તાન નૌકાદળે ઉત્તરી અરબી સમુદ્રમાં જમીનથી હવામાં પ્રહાર કરતી મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું. લશ્કરની જાહેર સંબંધો શાખા, ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (આઇએસપીઆર) એ જણાવ્યુ
પાકિસ્તાને અરબી સમુદ્રમાં, જમીનથી હવામાં પ્રહાર કરતી મિસાઇલનું પરીક્ષણ કર્યું


ઇસ્લામાબાદ, નવી દિલ્હી,15 ડિસેમ્બર (હિ.સ.)

પાકિસ્તાન નૌકાદળે ઉત્તરી અરબી સમુદ્રમાં જમીનથી હવામાં પ્રહાર કરતી મિસાઇલનું સફળ

પરીક્ષણ કર્યું.

લશ્કરની જાહેર સંબંધો શાખા, ઇન્ટર-સર્વિસિસ

પબ્લિક રિલેશન્સ (આઇએસપીઆર) એ જણાવ્યું હતું કે

પાકિસ્તાન નૌકાદળે ફરી એકવાર તેની યુદ્ધ ક્ષમતા અને લડાઇ તૈયારી દર્શાવી છે. આઇએસપીઆરએ જણાવ્યું હતું

કે,” આ પરીક્ષણ રવિવારે કરવામાં આવ્યું હતું. પાકિસ્તાન નૌકાદળની એફેમ-90(એન) ઈઆર જમીનથી

હવામાં પ્રહાર કરતી મિસાઇલે અસરકારક રીતે લક્ષ્યને હિટ કર્યું.”

જીઓ ન્યૂઝે અહેવાલ આપ્યો હતો કે,” કમાન્ડર પાકિસ્તાન ફ્લીટ

રીઅર એડમિરલ અબ્દુલ મુનીબ ઓપરેશન દરમિયાન હાજર હતા. તેમણે ઓપરેશનમાં સામેલ

અધિકારીઓ અને સૈનિકોને અભિનંદન આપ્યા હતા. પાકિસ્તાને અગાઉ 30 સપ્ટેમ્બરના રોજ

ફતહ-4 ક્રુઝ મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું.”

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande