સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ, સોમી અલીનો મોટો ખુલાસો
નવી દિલ્હી, 3 સપ્ટેમ્બર (હિ.સ.) હાલમાં મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ભારે ઉથલપાથલ ચાલી રહી છે. મોલીવુડ વિશે દરરોજ નવા ખુલાસા સામે આવી રહ્યા છે. હેમા કમિટીના રિપોર્ટ બાદ મલયાલમ ઈન્ડસ્ટ્રીમાં યૌન શોષણનો મામલો સામે આવ્યો છે. આ પછી અભિનેત્
સોમી


નવી દિલ્હી, 3 સપ્ટેમ્બર (હિ.સ.) હાલમાં મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ભારે ઉથલપાથલ ચાલી રહી

છે. મોલીવુડ વિશે દરરોજ નવા ખુલાસા સામે આવી રહ્યા છે. હેમા કમિટીના રિપોર્ટ બાદ

મલયાલમ ઈન્ડસ્ટ્રીમાં યૌન શોષણનો મામલો સામે આવ્યો છે. આ પછી અભિનેત્રીઓએ

મોલીવુડના ઘણા પ્રખ્યાત કલાકારો અને નિર્દેશકો પર, આરોપો લગાવ્યા છે. ઘણી મલયાલમ

અભિનેત્રીઓએ ‘મી ટુ' અભિયાનમાં ભાગ લીધો છે અને તેમની સાથે થયેલી જાતીય સતામણીની

ઘટનાઓ, જાહેર કરી છે. હવે સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડે પણ આ અંગે મોટો ખુલાસો

કર્યો છે.

બોલિવૂડ એક્ટર સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલીએ પણ,

બોલિવૂડ વિશે ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે. સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ સોમી

અલીએ 90ના દાયકામાં બોલિવૂડની કેટલીક ફિલ્મોમાં કામ કર્યું હતું. બોલિવૂડમાં કામ

કરતી વખતે તેને કેટલીક ચોંકાવનારી બાબતોનો અનુભવ થયો, જેનો તેણે હવે

ખુલાસો કર્યો છે. સોમી અલીએ હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે,’ તેને

કહેવામાં આવ્યું હતું કે, જો તે તેની કારકિર્દીને આગળ લઈ જવા માંગતી હોય તો તેણે

સમાધાન કરવું પડશે, અને કેટલાક સેલિબ્રિટી રૂમમાં જવું પડશે.”

ઈન્ટરવ્યુમાં સોમી અલીએ ઈન્ડસ્ટ્રીમાં, થતા સેક્સ્યુઅલ

હેરેસમેન્ટ વિશે વાત કરી છે. સોમી અલીએ કહ્યું કે,” તેણે ઘણી મહિલાઓને વહેલી સવારે

વિચિત્ર સંજોગોમાં પીઢ કલાકારોના રૂમમાંથી, બહાર નીકળતી જોઈ છે. તેઓ એક એવા

અભિનેતા હતા જેનું સમાજમાં એક પારિવારિક માણસ તરીકે, સન્માન થતું હતું.” સોમી

અલીના આ ખુલાસા બાદ સનસનાટી મચી ગઈ છે. આ રહસ્ય તેણે ઈન્ટરવ્યુમાં જાહેર કર્યું

છે. દરમિયાન, સોમી અલીએ

અભિનેતાનું નામ જાહેર કર્યું નથી. તેણે વધુમાં કહ્યું કે,”અભિનેતા મહિલાઓ

સાથે તેના અભદ્ર વર્તન માટે જાણીતો છે.”

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / સુનીલ સક્સેના /

ડો. માધવી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande