ધડક-2 ના નવા પોસ્ટરમાં સિદ્ધાંત અને તૃપ્તિનો રોમેન્ટિક અંદાજ જોવા મળ્યો
નવી દિલ્હી, 9 જુલાઈ (હિ.સ.) શાઝિયા ઇકબાલ દિગ્દર્શિત ફિલ્મ ''ધડક-2'' ની રાહ ટૂંક સમયમાં પૂરી થવા જઈ રહી છે. આ ફિલ્મ એટલા માટે પણ ખાસ છે કારણ કે પહેલીવાર તૃપ્તિ ડિમરી અને સિદ્ધાંત ચતુર્વેદીની નવી જોડી મોટા પડદા પર જોવા મળશે, જે દર્શકો માટે એક તાજગી
ફિલ્મ


નવી દિલ્હી, 9 જુલાઈ (હિ.સ.) શાઝિયા ઇકબાલ દિગ્દર્શિત ફિલ્મ 'ધડક-2' ની રાહ ટૂંક સમયમાં પૂરી થવા જઈ રહી છે. આ ફિલ્મ એટલા માટે પણ ખાસ છે કારણ કે પહેલીવાર તૃપ્તિ ડિમરી અને સિદ્ધાંત ચતુર્વેદીની નવી જોડી મોટા પડદા પર જોવા મળશે, જે દર્શકો માટે એક તાજગીભર્યો અનુભવ હશે. તાજેતરમાં, નિર્માતાઓએ 'ધડક-2' નું નવું પોસ્ટર રિલીઝ કર્યું છે, જેમાં તૃપ્તિ અને સિદ્ધાંતની કેમિસ્ટ્રી ખૂબ જ પ્રભાવશાળી લાગે છે. હવે ચાહકોની નજર ટ્રેલર રિલીઝ તારીખ પર ટકેલી છે.

'ધડક-2' નું ટ્રેલર 11 જુલાઈએ રિલીઝ થવાનું છે, જ્યારે ફિલ્મ 1 ઓગસ્ટે સિનેમાઘરોમાં આવવાની તૈયારીમાં છે. તાજેતરમાં, નિર્માતાઓએ ફિલ્મનું નવું પોસ્ટર શેર કરીને લખ્યું, બે હૃદય, એક ધબકારા. પોસ્ટરમાં તૃપ્તિ ડિમરી અને સિદ્ધાંત ચતુર્વેદીની કેમિસ્ટ્રીએ દર્શકોની ઉત્સુકતામાં વધારો કર્યો છે.

કરણ જોહર દ્વારા નિર્મિત આ ફિલ્મ 2018 માં રિલીઝ થયેલી 'ધડક' ની સિક્વલ છે, જેના દ્વારા જાહ્નવી કપૂર અને ઇશાન ખટ્ટરે બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. પહેલી 'ધડક' એ, બોક્સ ઓફિસ પર 110.11 કરોડ રૂપિયાની કમાણી કરીને શાનદાર પ્રદર્શન કર્યું છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે, 'ધડક-2' આ કમાણીને કેવી રીતે આગળ ધપાવે છે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande