ચીનની થિંક ટેન્કે, ફિલિપાઈન્સ પર હવાઈ ઉશ્કેરણીનો આરોપ લગાવ્યો
બીજિંગ, નવી દિલ્હી, 04 સપ્ટેમ્બર (હિ.સ.) ચીનની થિંક ટેન્કે, ફિલિપાઈન્સ પર હવાઈ ઉશ્કેરણીનો ગંભીર આરોપ લગાવ્યો છે. ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે, બીજિંગ સ્થિત થિંક ટેન્ક સાઉથ ચાઈના સી સ્ટ્રેટેજિક સિચ્યુએશન પ્રોબિંગ ઈનિશિએટિવ (એસસીએસપીઆઈ)ને ટાંકીને
ચીન


બીજિંગ, નવી દિલ્હી, 04 સપ્ટેમ્બર (હિ.સ.) ચીનની થિંક ટેન્કે, ફિલિપાઈન્સ પર હવાઈ ઉશ્કેરણીનો ગંભીર આરોપ લગાવ્યો છે. ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે, બીજિંગ સ્થિત થિંક ટેન્ક સાઉથ ચાઈના સી સ્ટ્રેટેજિક સિચ્યુએશન પ્રોબિંગ ઈનિશિએટિવ (એસસીએસપીઆઈ)ને ટાંકીને કહ્યું કે, અનિશ્ચિતતા અને દુર્ઘટનાનું જોખમ દક્ષિણ ચીન સાગરમાં જહાજોની અથડામણ કરતાં પણ વધુ ગંભીર છે. નિષ્ણાતોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ફિલિપાઈન્સના દળોને પાછા ખેંચવા અને ઉશ્કેરણીનો અંત એ પરિસ્થિતિને ઉકેલવાનો એકમાત્ર રસ્તો છે.

ગ્લોબલ ટાઈમ્સ અનુસાર, એસસીએસપીઆઈ એ સોમવારે પરિસ્થિતિનું વિશ્લેષણ કર્યું. અહેવાલમાં જણાવાયું છે કે, 28 ઓગસ્ટના રોજ, ફિલિપાઈન્સે એચ-145 હેલિકોપ્ટર રવાના કર્યું અને ફિલિપાઈન કોસ્ટ ગાર્ડ જહાજ એમઆરઆરવી-9701 ને એરડ્રોપ પુરવઠો મોકલ્યો. આ કોસ્ટ ગાર્ડ જહાજ ચીનના જિયાનબીન જિયાઓના લગૂનમાં ગેરકાયદેસર રીતે લાંગરેલું છે. ચાઈના કોસ્ટ ગાર્ડના જણાવ્યા અનુસાર, સમગ્ર સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

શાંઘાઈ ઈન્સ્ટિટ્યૂટ ફોર ઈન્ટરનેશનલ સ્ટડીઝના રિસર્ચ ફેલો ઝુ ચેને કહ્યું કે, ચીન હાલમાં ફિલિપાઈન્સના એરડ્રોપિંગને રોકવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ છે. તેણે આ માટે કડક પગલાં લેવાનું નક્કી કરવું જોઈએ. થિંક ટેન્કે ચેતવણી આપી છે કે જો ફિલિપાઈન્સ તેની હવાઈ ઘૂસણખોરી ચાલુ રાખશે તો, ચીનને કડક પગલાં લેવાની ફરજ પડશે. હવાઈ ​​અથડામણની ઘટનામાં પરિણામો જહાજની અથડામણ કરતાં વધુ ગંભીર હશે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ / ડો. હિતેશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande