નવી દિલ્હી, 04 સપ્ટેમ્બર (હિ.સ.) સરકારે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ
ઉદ્યોગો (એમએસએમઈ) ની નિકાસને
પ્રોત્સાહન આપવા માટે, વ્યાજ સમાનીકરણ યોજનાને 30 સપ્ટેમ્બર, 2024 સુધી વધુ એક
મહિનો લંબાવી છે. આ યોજનાનો ઉદ્દેશ્ય નિકાસને પ્રોત્સાહિત કરવાનો છે.
ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (ડીજીએફટી) દ્વારા જારી
કરાયેલા એક નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે,” નિકાસકારોને વ્યાજની સમાનતાના
સમયગાળા પહેલા અને પછી રૂપિયાની નોટ લેવાની જરૂર પડતા લોન પર સમાની કરણની આ યોજનાની
અવધી 30 સપ્ટેમ્બર, 2024 સુધી
લંબાવવામાં આવી છે.”
નોટિફિકેશન મુજબ, નિકાસકારોને વ્યાજનો લાભ આપતી આ યોજના 31 ઓગસ્ટ, 2024ના રોજ
સમાપ્ત થવાની હતી. જૂનમાં આ યોજનાને બે મહિના માટે લંબાવવામાં આવી હતી. આ યોજના
માત્ર એમેસએમઈ ઉત્પાદન નિકાસકારો માટે છે.
તે નોંધનીય છે કે,
નિકાસકારોને નિકાસ પહેલા અને પછી રૂપિયામાં લીધેલી લોન પર વ્યાજ સમાનતા યોજના હેઠળ
સબસિડી મળે છે. કેન્દ્રીય કેબિનેટે અગાઉ 8 ડિસેમ્બર, 2023ના રોજ આ યોજનાને 30 જૂન સુધી ચાલુ રાખવા
માટે રૂ. 2,500 કરોડની વધારાની ફાળવણીની મંજૂરી આપી હતી.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / દધીબલ યાદવ / ડો માધવી
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ