
નવી દિલ્હી, 30 ડિસેમ્બર (હિ.સ.) આજે વૈશ્વિક બજારોમાં નબળાઈના સંકેતો
દેખાઈ રહ્યા છે. પાછલા સત્રમાં બજારો નુકસાન સાથે બંધ થયા હતા. જોકે, ડાઉ જોન્સ
ફ્યુચર્સ હાલમાં આજે વધારા સાથે ટ્રેડ કરી રહ્યા છે. યુરોપિયન બજારોમાં પાછલા
સત્રમાં મિશ્ર વેપાર જોવા મળ્યો હતો, જ્યારે એશિયન બજારો પણ આજે મિશ્ર વેપાર કરી રહ્યા છે.
યુએસ બજારે વર્ષના છેલ્લા સપ્તાહની શરૂઆત નબળાઈ સાથે કરી
હતી. પાછલા સત્ર દરમિયાન મુખ્ય ટેકનોલોજી કંપનીઓના શેરમાં સતત નફો લેવાના કારણે
વોલ સ્ટ્રીટ સૂચકાંકો નબળા બંધ થયા હતા. ડાઉ જોન્સ 249.04 પોઈન્ટ અથવા 0.51 ટકા ઘટીને 48,461.93 પર બંધ થયો હતો. તેવી જ રીતે, એસ&પી 500 ઇન્ડેક્સ 0.35 ટકા ઘટીને 6,905.75 પર બંધ થયો હતો.
વધુમાં, નાસ્ડેક 118.79 પોઈન્ટ અથવા 0.50 ટકા ઘટીને 23,474.31 પર બંધ થયો હતો.
દરમિયાન, ડાઉ જોન્સ
ફ્યુચર્સ હાલમાં 0.13 ટકા વધીને 48,524.73 પર ટ્રેડ કરી
રહ્યા છે.
ક્રિસમસની લાંબી રજાઓ પછી ફરી ખુલેલા યુરોપિયન બજારો, અગાઉના સત્ર
દરમિયાન દબાણ હેઠળ ટ્રેડ કર્યા પછી મિશ્ર પરિણામો સાથે બંધ થયા. એફટીએસઈ ઇન્ડેક્સ 0.04 ટકા ઘટીને 9,866.53 પર બંધ થયો.
તેનાથી વિપરીત, સીએસી ઇન્ડેક્સ 0.10 ટકા વધીને 8,112.02 પર બંધ થયો.
તેવી જ રીતે, ડીએએક્સ ઇન્ડેક્સ 0.05 ટકા વધીને 24,351.12 પર બંધ થયો.
એશિયન બજારો પણ આજે મિશ્ર ટ્રેડ કરી રહ્યા છે. નવ એશિયન
બજારોમાંથી છ ઘટાડા સાથે લાલ રંગમાં ટ્રેડ કરી રહ્યા છે, જ્યારે ત્રણ
ફાયદા સાથે લીલા રંગમાં ટ્રેડ કરી રહ્યા છે.
બીજી તરફ, ગીફ્ટ નિફ્ટી 0.17 ટકા ઘટીને 25,922 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. તેવી જ રીતે, તાઇવાન વેઇટેડ
ઇન્ડેક્સ 0.17 ટકા ઘટીને 28,763.22 પોઈન્ટ પર ટ્રેડ
કરી રહ્યો છે. વધુમાં, નિક્કી ઇન્ડેક્સ 135.92
પોઇન્ટ અથવા ૦.27ટકા ઘટીને 5૦,391 પોઇન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. જકાર્તા કમ્પોઝિટ
ઇન્ડેક્સ ૦.18 ટકા ઘટીને 8,629,02 પોઇન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. શાંઘાઈ કમ્પોઝિટ
ઇન્ડેક્સ ૦.1૦ ટકા ઘટીને 3,961 .21 પોઇન્ટ
પર અને કોસ્પી ૦.૦4 ટકા ઘટીને 4,219.02 પોઇન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / યોગિતા પાઠક / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ