કેન્દ્રીય ગૃહમંત્રીની હાજરીમાં ત્રિપુરાના બે અલગતાવાદી સંગઠનો સાથે કરાર પર હસ્તાક્ષર થયા
નવી દિલ્હી, 4 સપ્ટેમ્બર (હિ.સ.) કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની હાજરીમાં, બુધવારે નવી દિલ્હીમાં ભારત સરકાર, ત્રિપુરા સરકાર, નેશનલ લિબરેશન ફ્રન્ટ ઓફ ત્રિપુરા (એનએલએફટી) અને ઓલ ત્રિપુરા ટાઈગર ફોર્સ (એટીટીએફ) ના પ્રતિનિધિઓ વચ્ચે, એક એમઓયુ પર હ
અમિત શાહ


નવી દિલ્હી, 4 સપ્ટેમ્બર (હિ.સ.) કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની હાજરીમાં, બુધવારે નવી દિલ્હીમાં ભારત સરકાર, ત્રિપુરા સરકાર, નેશનલ લિબરેશન ફ્રન્ટ ઓફ ત્રિપુરા (એનએલએફટી) અને ઓલ ત્રિપુરા ટાઈગર ફોર્સ (એટીટીએફ) ના પ્રતિનિધિઓ વચ્ચે, એક એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. કરાર પર હસ્તાક્ષર દરમિયાન ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહા, ગૃહ મંત્રાલય અને ત્રિપુરા સરકારના વરિષ્ઠ અધિકારીઓ અને બંને સંસ્થાઓના નેતાઓ હાજર હતા.

આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, આજના કરારથી બંને સંસ્થાઓના 328 કાર્યકરો મુખ્ય પ્રવાહમાં જોડાશે. તેમણે ખાતરી આપી હતી કે, કેન્દ્ર સરકાર એ સુનિશ્ચિત કરશે કે કરાર પત્રનું યોગ્ય રીતે પાલન થાય. સરકાર પ્રદેશના વિકાસ તરફ કામ કરશે અને અલગતાના કારણોને જડમૂળથી દૂર કરશે. આ વિસ્તારના વિકાસ માટે સરકારે 2500 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. જેનાથી આદિવાસી વિસ્તારનો વિકાસ થશે.

તેમણે કહ્યું કે, મોદી સરકારે દરેક સમજૂતીને અક્ષરશ અનુસરી છે. અમે કરારો હૃદયથી અમલમાં મૂક્યા છે. પરિણામ એ છે કે, લોકો મુખ્ય પ્રવાહમાં જોડાઈ રહ્યા છે અને વિકાસમાં ભાગીદાર બની રહ્યા છે. મોદી સરકાર સંવાદ અને શાંતિના વાતાવરણમાં સક્ષમ અને વિકસિત ઉત્તર-પૂર્વ માટે કામ કરી રહી છે. રોડ, રેલ અને પ્લેન ઉપરાંત સરકાર હૃદય વચ્ચેનું અંતર ઘટાડવા માટે પણ કામ કરી રહી છે.

ગૃહમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે ઉત્તર-પૂર્વમાં શાંતિ અને સમૃદ્ધિ પુનઃસ્થાપિત કરવા માટે 12 મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કર્યા છે, જેમાંથી 3 ત્રિપુરા રાજ્ય સાથે સંબંધિત છે. મોદી સરકારના આ કરારોને કારણે લગભગ 10 હજાર લોકોએ પોતાના હથિયાર છોડીને સમાજની મુખ્ય ધારામાં જોડાયા છે. તેમણે કહ્યું કે, આજના કરારથી 35 વર્ષથી ચાલી રહેલી મડાગાંઠનો અંત આવશે.

હિન્દુસ્થાન સમાચાર/અનુપ શર્મા/દધીબલ યાદવ / ડો. માધવી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande