કુપવાડાના ક્રાલપોરાના જંગલ વિસ્તારમાંથી, દારૂગોળાનો મોટો જથ્થો મળી આવ્યો
કુપવાડા, નવી દિલ્હી, 10 જાન્યુઆરી (હિ.સ.) ઉત્તર કાશ્મીરના કુપવાડાના ક્રાલપોરાના ટીપી વન વિસ્તારમાં સુરક્ષા દળોએ, મોટી માત્રામાં દારૂગોળો જપ્ત કર્યો છે. અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું હતું કે, “ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે,
સેના


કુપવાડા, નવી દિલ્હી, 10 જાન્યુઆરી (હિ.સ.)

ઉત્તર કાશ્મીરના કુપવાડાના ક્રાલપોરાના ટીપી વન વિસ્તારમાં સુરક્ષા દળોએ, મોટી

માત્રામાં દારૂગોળો જપ્ત કર્યો છે.

અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું હતું કે, “ચોક્કસ ગુપ્ત

માહિતીના આધારે, બીએસએફ, સેના અને જમ્મુ

અને કાશ્મીર પોલીસના સૈનિકોએ 7-9 જાન્યુઆરી દરમિયાન કુપવાડાના ક્રાલપોરા પોલીસ સ્ટેશનના

અધિકારક્ષેત્ર હેઠળના ટીપી ફોરેસ્ટ વિસ્તારમાં, એક વિશાળ સર્ચ ઓપરેશન શરૂ કર્યું

હતું.”

તેમણે માહિતી આપી કે,” શોધખોળ દરમિયાન, 01 પિસ્તોલ, 01 મેગેઝિન અને 08 રાઉન્ડ મળી

આવ્યા હતા, 05 ગ્રેનેડ અને એકે-47 ના 270 રાઉન્ડ મળી આવ્યા હતા.”

તેમણે કહ્યું કે,” આ વિસ્તારમાં, આતંકવાદીઓને શોધવાનું

ઓપરેશન ચાલુ છે.”

હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande