સરહદ પર વાડને લઈને, બીએસએફ અને બીજીબી વચ્ચે વિવાદ, કામ બંધ કરવું પડ્યું
કલકતા, નવી દિલ્હી, 10 જાન્યુઆરી (હિ.સ.) માલદા પછી, હવે કૂચ બિહારના મેખલીગંજમાં, ભારત-બાંગ્લાદેશ સરહદ પર વાડને લઈને વિવાદ ચાલી રહ્યો છે. શુક્રવારે બપોરે, બાગડોકરા ફૂલકડારી ગ્રામ પંચાયતના દહગ્રામ વિસ્તારમાં સરહદના અસ
સરહદ પર વાડને લઈને, બીએસએફ અને બીજીબી વચ્ચે વિવાદ, કામ બંધ કરવું પડ્યું


કલકતા, નવી દિલ્હી, 10 જાન્યુઆરી

(હિ.સ.) માલદા પછી, હવે કૂચ બિહારના

મેખલીગંજમાં, ભારત-બાંગ્લાદેશ સરહદ પર વાડને લઈને વિવાદ ચાલી રહ્યો છે. શુક્રવારે

બપોરે, બાગડોકરા ફૂલકડારી

ગ્રામ પંચાયતના દહગ્રામ વિસ્તારમાં સરહદના અસુરક્ષિત ભાગ પર કાંટાળા તાર લગાવવાનું

કામ ચાલી રહ્યું હતું.

એવું કહેવામાં આવી રહ્યું છે કે,” ગ્રામજનો બીએસએફની દેખરેખ

હેઠળ આ કામ કરી રહ્યા હતા. બાંગ્લાદેશ બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીજીબી) એ વાંધો ઉઠાવ્યો

ત્યારે લગભગ 1.5 કિમીનું કામ

પૂર્ણ થઈ ગયું હતું.”

ગ્રામજનોના જણાવ્યા મુજબ, બીજીબીએ કહ્યું કે,” આ વિસ્તારમાં વાડ ઉભી કરવી

શક્ય નથી, જેના કારણે વિવાદ

થયો. પરિસ્થિતિ ગંભીર બનતાં બીએસએફઘટનાસ્થળે પહોંચી ગઈ અને પરિસ્થિતિને કાબુમાં લીધી. બંને

દેશોના સરહદ સુરક્ષા દળો વચ્ચે, વાતચીતની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.”

આ પહેલા, માલદા જિલ્લાના વૈષ્ણવનગર અને સુખદેવપુર

વિસ્તારોમાં પણ, આવી જ ઘટનાઓ નોંધાઈ હતી.

ગુરુવારે બનગાંવમાં, પેટ્રાપોલ-બેનાપોલ

સરહદ પર ફ્લેગ મીટિંગ દરમિયાન, બીએસએફએ સ્પષ્ટ કર્યું હતું કે,’ બાંગ્લાદેશની વર્તમાન

પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, સરહદને સુરક્ષિત કરવા માટે વાડ કરવી જરૂરી છે.’ આમ

છતાં, શુક્રવારે

મેખલીગંજમાં ફરી વિવાદ સામે આવ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / ઓમ પરાશર / પ્રભાત મિશ્રા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande