દિગ્વિજય સિંહે, વડાપ્રધાન મોદીનો એક જૂનો ફોટો શેર કર્યો અને સંઘઅને બીજેપી સંગઠનની પ્રશંસા કરી.
ભોપાલ, નવી દિલ્હી, 27 ડિસેમ્બર (હિ.સ.) મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે, વડાપ્રધાન મોદીનો એક જૂનો ફોટો શેર કર્યો અને સંઘઅને બીજેપી સંગઠનની પ્રશંસા કરી. મધ્યપ્રદેશના વરિષ્ઠ કો
કોંગ્રેસ


ભોપાલ, નવી દિલ્હી, 27 ડિસેમ્બર

(હિ.સ.) મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય

સિંહે, વડાપ્રધાન મોદીનો એક જૂનો ફોટો શેર કર્યો અને સંઘઅને બીજેપી સંગઠનની

પ્રશંસા કરી.

મધ્યપ્રદેશના વરિષ્ઠ કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ, જે રાષ્ટ્રીય

સ્વયંસેવક સંઘ (સંઘ) વિરુદ્ધ પોતાના

નિવેદનો માટે ઘણીવાર હેડલાઇન્સમાં રહે છે, તેમણે સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કરીને બધાને

આશ્ચર્યચકિત કર્યા. તેમણે ટ્વિટર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક જૂનો ફોટો પોસ્ટ

કર્યો, જેમાં સંઘઅને બીજેપી સંગઠનની

પ્રશંસા કરી, આ ફોટોને સંઘઅને બીજેપીની

સંગઠન શક્તિનું ઉદાહરણ ગણાવ્યું.”

શનિવારે, દિગ્વિજય સિંહે સોશિયલ મીડિયા પર એક કાળો અને સફેદ ફોટો શેર

કર્યો, જેમાં વડાપ્રધાન

મોદી, વરિષ્ઠ બીજેપીનેતા લાલકૃષ્ણ અડવાણીની બાજુમાં જમીન પર બેઠા જોવા મળે છે.

આ સાથે, દિગ્વિજય સિંહે,

એક રસપ્રદ ટિપ્પણી કરી.કેપ્શનમાં લખ્યું કે,” સંઘના પાયાના

સ્વયંસેવક અને બીજેપીકાર્યકર જમીન પરથી ઉભા થઈને મુખ્યમંત્રી અને પછી વડાપ્રધાન

બન્યા, અને આ સંગઠનની

તાકાત દર્શાવે છે. તેમણે જય સિયા રામપણ લખ્યું.

આ પોસ્ટ દ્વારા, દિગ્વિજય સિંહે ભાજપ અને તેના વૈચારિક પિતૃ, રાષ્ટ્રીય

સ્વયંસેવક સંઘ (સંઘ) ના સંગઠનાત્મક

માળખાની પ્રશંસા કરી. તેમણે આ સંદેશ આપવાનો પ્રયાસ કર્યો કે, કેવી રીતે પાયાના

કાર્યકરો ઉચ્ચ બંધારણીય હોદ્દાઓ પર પહોંચી શકે છે. તેમણે સમજાવ્યું કે, તેમને આ

ફોટો ક્વોરાપર મળ્યો.

સ્ક્રીનશોટમાં ગુજરાતમાં એક કાર્યક્રમ દરમિયાન અડવાણીની બાજુમાં બેઠેલા, એક યુવાન

નરેન્દ્ર મોદી દેખાય છે. દિગ્વિજય સિંહના જણાવ્યા અનુસાર, આ ફોટો સંગઠનમાં

કાર્યકરોના વિકાસની વાર્તા કહે છે.

દિગ્વિજય સિંહનું આ ટ્વિટ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે અને

રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની ગયું છે. આ પોસ્ટ સાથે, તેમણે રાહુલ

ગાંધીને એક પાઠ પણ આપ્યો. મીડિયા સાથે વાત કરતા, દિગ્વિજય સિંહે કહ્યું, મેં સંગઠનની

પ્રશંસા કરી છે. હું સંઘ,

મોદીજી અને તેમની

નીતિઓનો કટ્ટર વિરોધી છું. મેં કોંગ્રેસ સેન્ટ્રલ વર્કિંગ કમિટીની બેઠકમાં જે

કહેવું હતું તે કહ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / મુકેશ તોમર / રામાનુજ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande