ટ્વિટર માલિકી હિસ્સાના, વિલંબિત ખુલાસા બદલ યુએસ એસઈસીએ,એલન મસ્ક પર દાવો માંડ્યો
- મસ્કે ટ્વિટર ખરીદતા પહેલા જ શેર ખરીદ્યા હતા, એસઇસીએ તેનો ખુલાસો ન કરવા બદલ તેમની સામે કેસ દાખલ કર્યો નવી દિલ્હી, 15 જાન્યુઆરી (હિ.સ.) ડોનાલ્ડ ટ્રમ્પના યુએસ રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણના થોડા દિવસો પહેલા જ, વિશ્વના અગ્રણી અબજોપત
એલન


- મસ્કે ટ્વિટર ખરીદતા પહેલા જ શેર ખરીદ્યા હતા, એસઇસીએ તેનો ખુલાસો ન

કરવા બદલ તેમની સામે કેસ દાખલ કર્યો

નવી દિલ્હી, 15 જાન્યુઆરી (હિ.સ.) ડોનાલ્ડ ટ્રમ્પના યુએસ રાષ્ટ્રપતિ

તરીકે શપથ ગ્રહણના થોડા દિવસો પહેલા જ, વિશ્વના અગ્રણી અબજોપતિ એલન મસ્ક, યુએસ

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (એસઇસી) દ્વારા કાનૂની તપાસ હેઠળ આવ્યા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એલન મસ્કે વર્ષ 2022માં સોશિયલ મીડિયા

પ્લેટફોર્મ એક્સ (પહેલાનું ટ્વિટર)

હસ્તગત કર્યું. જોકે, હવે એલન મસ્ક તે

સોદાને લઈને મુશ્કેલીમાં હોય તેવું લાગે છે. યુએસ માર્કેટ રેગ્યુલેટરી કમિશન, સિક્યોરિટીઝ એન્ડ

એક્સચેન્જ કમિશન (એસઇસી) એ એલન મસ્ક સામે

દાવો દાખલ કર્યો છે.

એસઇસીનો આરોપ છે કે,” એલન મસ્કે, એક્સના સોદા પહેલાં તેના

શેર ખરીદ્યા હતા, પરંતુ મસ્કે એસઇસીને આ વિશે જાણ

કરી ન હતી. નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ એસઇસી​એ, એલન મસ્ક

સામે કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. એલન મસ્કે, 2022 ની શરૂઆતથી ટ્વિટરના શેર

ખરીદવાનું શરૂ કર્યું હતુ.”

રિપોર્ટ અનુસાર, ‘માર્ચ 2022 સુધીમાં, એલન મસ્ક પાસે,

ટ્વિટરના 5 ટકાથી વધુ શેર હતા.’ ફરિયાદમાં જણાવાયું છે કે,’ એલન મસ્કે, 4 એપ્રિલ

સુધી આ વાતનો ખુલાસો કર્યો ન હતો, જે નિયમોનું ઉલ્લંઘન છે.’ મસ્કે ઓક્ટોબર 2022 માં ટ્વિટર

હસ્તગત કર્યું અને બાદમાં તેનું નામ 'એક્સ' રાખ્યું.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / દધીબલ યાદવ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande