ખનોરીમાં આજે ૧૧૧ ખેડૂતો, ભૂખ હડતાળ પર બેસશે
ચંડીગઢ, નવી દિલ્હી,15 જાન્યુઆરી (હિ.સ.) આજે પંજાબના ખનોરી બોર્ડર પર ૧૧૧ ખેડૂતો આમરણાંત ઉપવાસ પર બેસશે. ખેડૂત નેતા અભિમન્યુ કોહાડે જણાવ્યું હતું કે,” ખેડૂતોનું એક જૂથ સરહદી દિવાલ પર આમરણાંત ઉપવાસ પર બેસશે. તેનું નેતૃત્વ સંયુ
ખનોરીમાં આજે ૧૧૧ ખેડૂતો, ભૂખ હડતાળ પર બેસશે


ચંડીગઢ, નવી દિલ્હી,15 જાન્યુઆરી (હિ.સ.)

આજે પંજાબના ખનોરી બોર્ડર પર ૧૧૧ ખેડૂતો આમરણાંત ઉપવાસ પર બેસશે. ખેડૂત નેતા

અભિમન્યુ કોહાડે જણાવ્યું હતું કે,” ખેડૂતોનું એક જૂથ સરહદી દિવાલ પર આમરણાંત

ઉપવાસ પર બેસશે. તેનું નેતૃત્વ સંયુક્ત કિસાન મોરચા (બિન-રાજકીય) અને કિસાન મજૂર

મોરચાના નેતાઓ કરશે.”

અભિમન્યુ કોહાડે કહ્યું કે,” આ ખેડૂતો કડકડતી ઠંડીમાં

ખુલ્લા આકાશ નીચે ભૂખ હડતાળ પર બેસશે.”

દરમિયાન, જગજીત સિંહ ડલ્લેવાલના આમરણાંત ઉપવાસ બુધવારે 51મા દિવસમાં

પ્રવેશ્યા. ડલ્લેવાલના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને, ડોક્ટરોએ સૂચન કર્યું છે કે, કોઈને પણ તેમને

મળવાની મંજૂરી ન આપવી જોઈએ. ખેડૂતોના આંદોલન અંગે, આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

થશે, જ્યાં પંજાબ

સરકાર ડલ્લેવાલના સ્વાસ્થ્ય અંગે પોતાનો રિપોર્ટ દાખલ કરશે.

હિન્દુસ્થાન સમાચાર / સંજીવ શર્મા / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande