તેલંગાણા અને બોમ્બે હાઈકોર્ટના, મુખ્ય ન્યાયાધીશની બદલી
નવી દિલ્હી, 15 જાન્યુઆરી (હિ.સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ, બે રાજ્યોના હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશોની બદલી કરી છે. આજે જારી કરાયેલા એક આદેશમાં, રાષ્ટ્રપતિએ બોમ્બે હાઈકોર્ટ અને તેલંગાણા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશોની બદલી કરી છે. રા
તેલંગાણા અને બોમ્બે હાઈકોર્ટના, મુખ્ય ન્યાયાધીશની બદલી


નવી દિલ્હી, 15 જાન્યુઆરી (હિ.સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ, બે

રાજ્યોના હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશોની બદલી કરી છે. આજે જારી કરાયેલા એક આદેશમાં, રાષ્ટ્રપતિએ

બોમ્બે હાઈકોર્ટ અને તેલંગાણા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશોની બદલી કરી છે.

રાષ્ટ્રપતિએ તેલંગાણા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ આલોક અરાધેને,

બોમ્બે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કર્યા છે. રાષ્ટ્રપતિએ બોમ્બે

હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડીકે ઉપાધ્યાયને, દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ

તરીકે નિયુક્ત કર્યા છે.

7 જાન્યુઆરીના રોજ, સુપ્રીમ કોર્ટ

કોલેજિયમે બંને હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશોની બદલીની ભલામણ કરી હતી. રાષ્ટ્રપતિએ

તેલંગાણા હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ સુજોય પાલને, તેલંગાણા હાઈકોર્ટના કાર્યકારી

મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કર્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande