ડોનાલ્ડ ટ્રમ્પે, 6 જાન્યુઆરીના કેપિટલ રમખાણોમાં સામેલ 1,500 લોકોને માફ કર્યા 
વોશિંગ્ટન, નવી દિલ્હી, 21 જાન્યુઆરી (હિ.સ.). અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, સોમવારે શપથ લીધા પછી સૌપ્રથમ તેમના ઓવલ ઓફિસ પહોંચ્યા. કડક વલણ અપનાવતા, તેમણે અગાઉના બાઈડેન વહીવટના 78 નિર્ણયો રદ કર્યા. અનેક કારોબારી આદેશો પર હસ્તાક્ષર કર્યા. તેમ
ડોનાલ્ડ ટ્રમ્પે 6 જાન્યુઆરીના કેપિટોલ રમખાણોમાં સામેલ 1,500 લોકોને માફ કર્યા


વોશિંગ્ટન, નવી દિલ્હી, 21 જાન્યુઆરી (હિ.સ.). અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, સોમવારે શપથ લીધા પછી સૌપ્રથમ તેમના ઓવલ ઓફિસ પહોંચ્યા. કડક વલણ અપનાવતા, તેમણે અગાઉના બાઈડેન વહીવટના 78 નિર્ણયો રદ કર્યા. અનેક કારોબારી આદેશો પર હસ્તાક્ષર કર્યા. તેમણે કહ્યું કે, યુનાઇટેડ સ્ટેટ્સ ઐતિહાસિક પેરિસ આબોહવા કરારમાંથી બહાર નીકળી જશે. આ સમય દરમિયાન, ડોનાલ્ડ ટ્રમ્પે 6 જાન્યુઆરીના કેપિટલ રમખાણોમાં સામેલ તમામ લોકોને માફ કરી દીધા.

ઓસ્ટ્રેલિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશનના અહેવાલ મુજબ, ટ્રમ્પે 6 જાન્યુઆરીના કેપિટલ રમખાણોમાં સામેલ દરેકને માફ કરી દીધા છે. તેમણે જેલ અધિકારીઓને રમખાણો સાથે સંકળાયેલા તમામ કેદીઓને તાત્કાલિક મુક્ત કરવાનો આદેશ આપ્યો. રાષ્ટ્રપતિ તરીકે ઓવલ ઓફિસમાં પાછા ફર્યા પછી ટ્રમ્પના પ્રથમ કાર્યોમાંનું એક બળવામાં સામેલ લગભગ 1,500 લોકોને માફ કરવાના આદેશો પર હસ્તાક્ષર કરવાનું હતું. તેમણે અન્ય 14 લોકોની સજા પણ ઓછી કરી. તેમજ આ લોકોને તાત્કાલિક મુક્ત કરવાનો આદેશ આપ્યો. મુક્ત કરાયેલા લોકોમાં ધૂર-દક્ષીણપંથી પ્રાઉડ બોયજ અને ઓથ કીપર્સ જૂથોના નેતાઓ અને સભ્યોનો સમાવેશ થાય છે.

સીબીએસ ન્યૂઝે અહેવાલ આપ્યો છે કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સીમાચિહ્નરૂપ પેરિસ આબોહવા કરારમાંથી યુનાઇટેડ સ્ટેટ્સના ખસી જવાની જાહેરાત કરી છે. સમાચાર કહે છે કે, આનાથી ગ્લોબલ વોર્મિંગ સામે લડવાના વિશ્વના પ્રયાસોને ફટકો પડશે તે નિશ્ચિત છે. દેશની કમાન સંભાળ્યા પછી, ટ્રમ્પે જાહેરાત કરી કે, અમેરિકા પેરિસ કરાર છોડી દેશે. તેમણે કહ્યું કે, પેરિસ ક્લાઈમેટ એગ્રીમેન્ટમાં અમેરિકાનો સમાવેશ કરવાનો નિર્ણય અન્યાયી હતો. તેમણે સંયુક્ત રાષ્ટ્રને તેમના નિર્ણયની જાણ કરતો પત્ર પણ સહી કર્યો.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande