ટ્રમ્પે, મેક્સિકો અને કેનેડા પર ટેરિફ 30 દિવસ માટે મુલતવી રાખ્યો
વોશિંગ્ટન, નવી દિલ્હી,4 ફેબ્રુઆરી (હિ.સ.) મેક્સિકો પછી, અમેરિકાએ પણ કેનેડા પર ટેરિફ લાદવાનો નિર્ણય 30 દિવસ માટે મુલતવી રાખ્યો છે. બંને દેશો સરહદ સુરક્ષાને વધુ મજબૂત બનાવવા સંમત થયા બાદ, આ નિર્ણય લેવામાં આવ્યો હતો. બે દિવસ
ટ્રમ્પ


વોશિંગ્ટન, નવી દિલ્હી,4 ફેબ્રુઆરી

(હિ.સ.) મેક્સિકો પછી, અમેરિકાએ પણ

કેનેડા પર ટેરિફ લાદવાનો નિર્ણય 30 દિવસ માટે મુલતવી રાખ્યો છે. બંને દેશો સરહદ સુરક્ષાને વધુ

મજબૂત બનાવવા સંમત થયા બાદ, આ નિર્ણય લેવામાં આવ્યો હતો. બે દિવસ પહેલા, ટ્રમ્પે મેક્સિકો

અને કેનેડા પર 25-25 ટકા અને ચીન પર 10 ટકા ટેરિફ

લાદવાની જાહેરાત કરી હતી.

નિર્ણયના લગભગ 24 કલાક પછી, ટ્રમ્પે મેક્સીકન

રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શિનબામ સાથે વાતચીત કર્યા પછી એક મહિના માટે ટેરિફ મુલતવી

રાખવા સંમતિ આપી. ચીનથી આયાત થતી વસ્તુઓ પર લાદવામાં આવેલ ટેરિફ હાલ પૂરતો ચાલુ

રહેશે.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે,” કેનેડા

દ્વારા ફેટાનિલ જેવી ગેરકાયદેસર દવાઓને, કેનેડાની સરહદ દ્વારા યુએસમાં પ્રવેશતા

અટકાવવા માટે, પગલાં લીધા પછી 30 દિવસ માટે ટેરિફ સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.”

આ પહેલા, ટ્રમ્પ સાથે ફોન

પર વાતચીત દરમિયાન, કેનેડાના પીએમ

જસ્ટિન ટ્રુડોએ ફેટાનિલની દાણચોરી રોકવા માટે એક વિશેષ તપાસ ટીમની નિમણૂક કરવાનું

વચન આપ્યું હતું.

ટ્રુડોએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી પોસ્ટમાં કહ્યું કે,”

તેમણે ટ્રમ્પ સાથેની વાતચીતમાં સરહદ સુરક્ષા વધારવાનું વચન આપ્યું હતું.ત્યારબાદ ટ્રમ્પ

ટેરિફ મુલતવી રાખવા સંમત થયા હતા.” ટ્રુડોએ સરહદ સુરક્ષા પર કેનેડિયન 1.3 અરબ ડોલર ખર્ચવાનું

વચન આપ્યું છે.

આ વાતની પુષ્ટિ

કરતા ટ્રમ્પે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર લખ્યું, કેનેડાએ ખાતરી

કરી છે કે, યુનાઇટેડ સ્ટેટ્સ સાથેની તેની ઉત્તરીય સરહદ સુરક્ષિત રહેશે.

સોમવારે શરૂઆતમાં, મેક્સીકન

રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શિનબામે જણાવ્યું હતું કે,” યુએસ પ્રમુખ ટ્રમ્પ સાથેની

વાતચીત બાદ મેક્સિકો પર, લાદવામાં આવેલા ટેરિફને એક મહિના માટે મુલતવી રાખવામાં

આવ્યા છે.”

મેક્સીકન રાષ્ટ્રપતિ શિનબામે સોશિયલ મીડિયા પર લખ્યું કે,” ફેટાનિલ

જેવા ડ્રગ્સની દાણચોરી રોકવા માટે, મેક્સિકો સરહદ પર 10,000 નેશનલ ગાર્ડ્સ

તૈનાત કરશે.” આ સાથે, મેક્સિકોના

રાષ્ટ્રપતિએ કહ્યું કે,” બંને દેશો સુરક્ષા અને વેપાર પર વાતચીત ચાલુ રાખશે અને

ટેરિફ હવે એક મહિના માટે મુલતવી રાખવામાં આવ્યો છે.”

હિન્દુસ્થાન સમાચાર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande