ભારત અને બેલ્જિયમ એ, ફાર્માસ્યુટિકલ અને કૃષિ ઉત્પાદનોમાં વેપાર વધારવાના માર્ગો પર ચર્ચા કરી 
નવી દિલ્હી, 21 જાન્યુઆરી (હિ.સ.). ભારત અને બેલ્જિયમ, દ્વિપક્ષીય વેપારને વેગ આપવા માટે ફાર્મા અને કૃષિ ઉત્પાદનો જેવા ક્ષેત્રોમાં વેપાર સમસ્યાઓના ઉકેલ માટે મિકેનિઝમ સ્થાપિત કરવા સંમત થયા છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું
વાણીજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ અને બેલ્જિયમના વિદેશ અને વિદેશ વેપાર મંત્રી બર્નાર્ડ ક્વીન્ટિન


નવી દિલ્હી, 21 જાન્યુઆરી (હિ.સ.). ભારત અને બેલ્જિયમ, દ્વિપક્ષીય વેપારને વેગ આપવા માટે ફાર્મા અને કૃષિ ઉત્પાદનો જેવા ક્ષેત્રોમાં વેપાર સમસ્યાઓના ઉકેલ માટે મિકેનિઝમ સ્થાપિત કરવા સંમત થયા છે.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, બ્રસેલ્સમાં કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ અને બેલ્જિયમના વિદેશ અને વિદેશ વેપાર મંત્રી બર્નાર્ડ ક્વીન્ટિન વચ્ચેની બેઠક દરમિયાન આ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ફાર્માસ્યુટિકલ અને કૃષિ ઉત્પાદનોની મંજૂરી પ્રક્રિયાઓમાં નિયમનકારી અવરોધોની પણ ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે, બંને પક્ષો સતત વાતચીત દ્વારા આ પડકારોનો સામનો કરવા સંમત થયા.

મંત્રાલયે જણાવ્યું હતું કે, બંને મંત્રીઓ બેઠક દરમિયાન વેપાર મુદ્દાઓને ઉકેલવા માટે મજબૂત મિકેનિઝમ સ્થાપિત કરવા સંમત થયા હતા. નેતાઓએ ઈયુ-ભારત મુક્ત વેપાર કરાર (એફટીએ) વાટાઘાટોની પ્રગતિ અંગે પણ ચર્ચા કરી. આ સાથે, વાટાઘાટોને સરળ બનાવવા અને આર્થિક સંબંધોને મજબૂત બનાવવા માટે વેપાર મુદ્દાઓને પ્રાથમિકતા આપવાના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો. આ બેઠકના પરિણામથી લોકશાહી, કાયદાના શાસન અને સ્વતંત્ર ન્યાયતંત્રના સહિયારા મૂલ્યો પર આધારિત ભારત અને બેલ્જિયમ વચ્ચે લાંબા સમયથી ચાલતા સંબંધો મજબૂત બન્યા.

વાણિજ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ બેઠકમાં, નવીનીકરણીય ઉર્જા, જીવન વિજ્ઞાન, માળખાગત સુવિધા, ડિજિટલ ટેકનોલોજી અને ખાદ્ય ઉત્પાદનો જેવા ઉભરતા ક્ષેત્રોને બંને દેશો વચ્ચે સહયોગના મુખ્ય ક્ષેત્રો તરીકે પ્રકાશિત કરવામાં આવ્યા હતા. વધુમાં, બેલ્જિયમે ભારત સાથે એક વ્યૂહાત્મક ભાગીદાર તરીકે જોડાણ કરવાના મહત્વને સ્વીકાર્યું, જેથી તેના વેપાર સંબંધોમાં વૈવિધ્યતા આવે.

એક્સ પોસ્ટ પર જારી કરાયેલા એક નિવેદનમાં, વાણિજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, બ્રસેલ્સમાં બેલ્જિયમના વિદેશ, યુરોપિયન બાબતો, વિદેશી વેપાર અને સંઘીય સાંસ્કૃતિક સંસ્થાઓના મંત્રી બર્નાર્ડ ક્વીન્ટિનને મળીને ખૂબ આનંદ થયો. અમે ભારતમાં આગામી બેલ્જિયમ આર્થિક મિશન પર ઉપયોગી ચર્ચા કરી. ટકાઉ ટેકનોલોજી, સેમિકન્ડક્ટર, રત્નો અને ઝવેરાત, આરોગ્યસંભાળ અને કૃષિ ઉત્પાદનો પર ધ્યાન કેન્દ્રિત કરીને પરસ્પર વેપાર અને રોકાણ સંબંધોને વધુ ગાઢ બનાવવાની તકોની પણ શોધ કરી.

ઉલ્લેખનીય છે કે, ભારત અને બેલ્જિયમ વચ્ચે નાણાકીય વર્ષ 2023-2024માં વેપાર 15.07 અબજ અમેરિકન ડોલર થી વધુ થવાનો અંદાજ છે, જ્યારે બેલ્જિયમથી ભારતમાં સીધું વિદેશી રોકાણ 3.94 અબજ અમેરિકન ડોલર થી વધુ થવાનો અંદાજ છે.

હિન્દુસ્થાન સમાચાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande